Dia Mirza Weds Vaibhav Rekhi: વૈભવ રેખી સાથે દીયા મિર્ઝાએ લીધા સાત ફેરા, જુઓ લગ્નની તસવીર

Dia Mirza Weds Vaibhav Rekhi:  દીયા અને વૈભવના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. લાલ કપડામાં સજ્જ દીયા સુંદર લાગી રહી છે. લગ્ન પૂરા થયા બાદ દીયાએ પતિ વૈભવની સાથે બહાર આવી ફોટોગ્રાફરને પોઝ આપ્યા.

Dia Mirza Weds Vaibhav Rekhi: વૈભવ રેખી સાથે દીયા મિર્ઝાએ લીધા સાત ફેરા, જુઓ લગ્નની તસવીર

મુંબઈઃ જાન્યુઆરીમાં વરૂણ ધવન અને નતાશા દલાલના લગ્ન બાદ 15 ફેબ્રુઆરીએ બોલીવુડમાં વધુ એક લગ્ન સંપન્ન થયા છે. સોમવારે સાંજે બોલીવુડ અભિનેત્રી દીયા મિર્ઝા (dia mirza) અને બિઝનેસમેન વૈભવ રેખીના લગ્ન રીતિ-રિવાજ પ્રમાણે સંપન્ન થયા છે. આ લગ્ન બાંદ્રા સ્થિત આવાસ પર થયા છે. લગ્નમાં પરિવાર સિવાય બોલીવુડના સેલિબ્રિટીઝ પણ પહોંચ્યા હતા. 

દીયા અને વૈભવના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. લાલ કપડામાં સજ્જ દીયા સુંદર લાગી રહી છે. લગ્ન પૂરા થયા બાદ દીયાએ પતિ વૈભવની સાથે બહાર આવી ફોટોગ્રાફરને પોઝ આપ્યા. તો દીયાએ ફોટોગ્રાફર્સને મિઠાઈ પણ આપી હતી. લગ્નમાં અદિતિ રાવ હૈદરી, જૈકી ભગનાની, ક્રુણાલ દેશમુખે હાજરી આપી હતી. મહત્વનું છે કે દીયાએ પોતાના લગ્નની સત્તાવાર જાહેરાત તો ન કરી, પરંતુ શનિવારે તે સમાચાર આવ્યા હતા કે તે વૈભવ રેખીની સાથે લગ્ન કરી શકે છે. 
 

સોમવારે દીયાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મહેંદી સેરેમનીના ફોટો પોસ્ટ કર્યા હતા. તો આ પહેલા શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ ઇમ્સ્ટાગ્રામ પર બ્રાઇડલ શોવરનો ફોટો શેર કર્યો, જેમાં દીયા વૈભવના પરિવારની સાથે જોવા મળી હતી. 

દીયાએ પ્રથમ લગ્ન  પ્રોડ્યુસર સાહિલ સાંગા સાથે કર્યા હતા. બન્નેએ બોર્ન ફ્રી એન્ટરટેઈનમેન્ટ નામથી પ્રોડક્શન કંપની બનાવી હતી, જે હેઠળ તેણે લવ બ્રેકઅપ્સ જિંદગી અને બોબી જાસૂસનું નિર્માણ કર્યુ હતુ. 2019મા બન્નેએ લગભગ 11 વર્ષની રિલેશનશિપ બાદ છુટા પડવાનો નિર્ણય કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news