Porn અને Erotica માં શું છે તફાવત? શું Shilpa Shetty નો ઘરવાળો કરતો હતો આ 'ગંદુકામ'

ઈરોટિકા અને પોર્નોગ્રાફીના ભેદને સમજો, જેના ચક્કરમાં રાજ કુંદ્રા ગયો છે જેલ. પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલા પતિ રાજ કુંદ્રાના બચાવમાં પત્ની શિલ્પા શેટ્ટી આવી છે. શિલ્પા શેટ્ટીએ પતિના બચાવમાં કહ્યું કે, રાજ જે ફિલ્મ બનાવતો હતો તે ઈરોટિકા પ્રકારની ફિલ્મ હતી. તે પોર્ન ફિલ્મ નહોતી. શિલ્પાએ કહ્યું કે ઈરોટિકા ફિલ્મ પોર્ન ફિલ્મથી અલગ છે. મારો પતિ પોર્ન ફિલ્મોના નિર્માણમાં સામેલ નહોતો. શિલ્પાના નિવેદન બાદ સવાલ એ થાય છે આખરે પોર્ન અને ઇરોટિકામાં ભેદ શું છે?

Porn અને Erotica માં શું છે તફાવત? શું Shilpa Shetty નો ઘરવાળો કરતો હતો આ 'ગંદુકામ'

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઈરોટિકા કન્ટેન્ટ માત્ર આપણી સેક્સ્યુઅલ એક્સાઈટમેન્ટ નથી વધારતું, પરંતુ આપણે તેની ખૂબસૂરતી નિહાળવા માટે મજબૂર થઈએ છે. આ ઈરોટિકા છે. ઈરોટિકા આપણને એ સમજવામાં મદદ કરે છે કે આપણને શું ઉત્તેજિત કરે છે. જ્યારે પોર્ન માત્ર એ ક્ષણ માટે તમને ઉત્તેજીત કરે છે. પોર્નનો હેતુ માત્ર વાસનાને પૂર્ણ કરવાનો છે.

પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલા પતિ રાજ કુંદ્રાના બચાવમાં પત્ની શિલ્પા શેટ્ટી આવી છે. શિલ્પા શેટ્ટીએ પતિના બચાવમાં કહ્યું કે, રાજ જે ફિલ્મ બનાવતો હતો તે ઈરોટિકા પ્રકારની ફિલ્મ હતી. તે પોર્ન ફિલ્મ નહોતી. શિલ્પાએ કહ્યું કે ઈરોટિકા ફિલ્મ પોર્ન ફિલ્મથી અલગ છે. મારો પતિ પોર્ન ફિલ્મોના નિર્માણમાં સામેલ નહોતો. શિલ્પાના નિવેદન બાદ સવાલ એ થાય છે આખરે પોર્ન અને ઇરોટિકામાં ભેદ શું છે? ચાલો અમે તમને જણાવીએ..

ઈરોટિકા એટલે શું?
ઈરોટિકનો ગુજરાતમાં મતલબ છે કામોતેજક. એટલે કે એવી ફિલ્મો કે વીડિયો જેને જોઈને સેક્સ્યુઅલ એક્સાઈટમેન્ટ વધી જાય. સરળ શબ્દોમાં સમજીએ તો, કોઈ પણ એવું આર્ટ જેનાથી તમારી કામોતેજના વધી જાય. ઈરોટિકા કોઈ ફિલ્મ કે વીડિયો હોવો જરૂરી નથી. કોઈ મૂર્તિ, નાટક, ફિલ્મ, સંગીત કે લિટરેચર હોય શકે છે. ઈરોટિકામાં ન્યૂડિટી હોય શકે છે. પરંતુ અહીં સેક્સ સામેલ નથી હોતું. ઈરોટિકા એક કલા છે, જે સેકસ્યુઅલ એક્સાઈટમેન્ટ વધારવાનું કામ કરે છે.

પોર્નોગ્રાફી એટલે શું?
પોર્નોગ્રાફી ઈરોટિકાથી ઉંધું છે. પોર્નોગ્રાફીનો એક માત્ર ધ્યેય દર્શકોને સેક્સ માટે ટર્ન ઓન કરવાનો છે. પોર્નોગ્રાફીનો કલા સાથે સંબંધ નથી. પોર્નોગ્રાફીનો એક માત્ર ધ્યેય છે, જે જુએ છે તેના મનમાં સેક્સની ઈચ્છા જાગૃત કરવાનો. પોર્નોગ્રાફીમાં માત્ર ન્યડિટી જ નહીં પરંતુ ઈન્ટરકોર્સ પણ બતાવવામાં આવે છે. એટલે કે બે લોકો વચ્ચે સેક્સ કેવી રીતે થાય છે તે પણ બતાવવામાં આવે છે.

ફિલ્મોમાં ઈરોટિક સીન હોય છે કે પોર્ન?
પોર્ન અને ઈરોટિકનો મતલબ સમજાવવા માટે આપણે ફિલ્મોના બોલ્ડ સીનનું ઉદાહરણ લઈ શકીએ છે. હોલીવુડ કે વેબ સીરીઝમાં એવા ન્યૂડ સીન ફિલ્માવવામાં આવે છે, જેને ડાયરેક્ટરે સેન્સ્યુઅલી ફિલ્માવ્યો છે. એટલે કે, તેમાં કલાકારોને સંભોગ માણતા નથી બતાવવામાં આવતા. ઈરોટિકા એક કલા છે, તેમાં માત્ર સેક્સની ઈચ્છા જ નહીં ખૂબસૂરતી પણ છે. એટલે કે ઈરોટિકા કન્ટેન્ટ માત્ર આપણી સેક્સ્યુઅલ એક્સાઈટમેન્ટ નથી વધારતું, પરંતુ આપણે તેની ખૂબસૂરતી નિહાળવા માટે મજબૂર થઈએ છે. આ ઈરોટિકા છે. ઈરોટિકા આપણને એક સમજવામાં મદદ કરે છે કે આપણને શું ઉત્તેજિત કરે છે. જ્યારે પોર્ન માત્ર એ ક્ષણ માટે તમને ઉત્તેજીત કરે છે. પોર્નનો હેતુ માત્ર વાસનાને પૂર્ણ કરવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news