દિલજીતની આ વાતે ગુજરાતીઓનું દિલ જીત્યું! પંજાબી સિંગરે કોન્સર્ટમાં કર્યું મોટું એલાન

Diljit Dosanjh Concert in Gujarat : પંજાબી સિંગર દિલજીત દોસાંઝ તેની દિલુમિનાટી ટુરની કોન્સર્ટ ગાંધીનગરમાં યોજાઈ હતી... જેમાં દિલજીતે જાહેરાત કરી હતી કે, હું ક્યારેય દારૂ પર ગીત નહીં ગાઉં... આ માટે તેણે એક ચોક્કસ કારણ જણાવ્યું હતું 

દિલજીતની આ વાતે ગુજરાતીઓનું દિલ જીત્યું! પંજાબી સિંગરે કોન્સર્ટમાં કર્યું મોટું એલાન

Diljit Dosanjh in Ahmedabad : પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજે ગુજરાતમાં કોન્સર્ટ કરીને ધૂમ મચાવી હતી. ગુજરાતના ગાંધીનગરમાં પંજાબી સિંગર દિલજીત દોસાંઝના કોન્સર્ટનું 17 નવેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સ્ટેજ પર દિલજીત દોસાંજે ‘પટેલ આ ગયે ઓય....’ કહીને ગુજરાતીઓ માટે સંબોધન કર્યું હતું. ત્યારે કોન્સર્ટમાં તાળીઓનો ગડગડાટ થઈ ગયો હતો. જોકે, દિલજીતે કોન્સર્ટમાં દારૂ પર ગીતો ગાવાની ના પાડી હતી. આ માટે તેણે એક ચોક્કસ કારણ પણ જણાવ્યું હતું. 

ફેમસ પંજાબી સિગર દિલજીત દોંસાજનો ગઇકાલે ગાંધીનગરના ગિફટ સિટીમાં કોન્સર્ટ યોજાઈ હતી,. દિલજીતે કાર્યક્રમ દરમ્યાન ગુજરાતમા દારૂ પર કોઇ ગીત નહિ ગાવાની વાત કરી હતી. કારણ કે રાજ્યમાં દારૂબંધી છે. ડિલસ્યુમિનાટી ટુર માટે દિલજીત દેશભરમા શો કરી રહ્યા છે. તાજેતરમાં જ તેલગાંણા સરકારે દિલજીત હૈદરાબાદના કાર્યક્રમ દારૂ અનેડ ડ્રગ્સને પ્રોત્સાહિત કરતા ગીતો ના ગાવા કહ્યું હતું. તેથી દિલજીતે ગુજરાતમાં દારૂવાળા ગીતો રજૂ ન કર્યા. 

આ અંગે કારણ આપતા દિલજીતે સ્ટેજ પરથી કહ્યું કે, ગુજરાત ડ્રાય સ્ટેટ છે તો નહિ ગાઉં. તેવી જ રીતે અન્ય રાજ્ય સરકારો દારૂબંધી કરશે તો ત્યા પણ નહિ ગાઉં. અભિનેતાઓ દારૂની જાહેરાત કરે છે, પણ દિલજીત જાહેરાત નથી કરતો. જો રાજ્ય સરકારો દારૂબંધી કરશે તો હું પણ આજીવન દારૂ પરના ગીતો નહિ કરું.

દિલજીતે કહ્યું હતું કે, સારા સમાચાર એ છે કે આજે મને કોઈ નોટિસ મળી નથી અને તેનાથી પણ સારા સમાચાર એ છે કે, આજે પણ હું દારૂ પર કોઈ ગીત નહીં ગાઉં. હું દારૂ પર ગીતો નહીં ગાઉં કારણ કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે. બોલિવૂડમાં દારૂ પર હજારો ગીતો બન્યા છે, જ્યારે મેં વધુમાં વધુ બે-ત્રણ ગીતો બનાવ્યા છે અને હવે હું તે પણ નહીં ગાઉં, કોઈ ટેન્શન નથી. મારા માટે આ કોઈ મુશ્કેલ કામ નથી. કારણ કે હું પોતે દારૂ પીતો નથી અને બોલિવૂડ કલાકારોની જેમ દારૂની જાહેરાત પણ કરતો નથી. ચાલો એક મૂવમેન્ટ શરૂ કરીએ કે જો આપણા દેશના તમામ રાજ્યો પોતાને ડ્રાય સ્ટેટ જાહેર કરે તો તેના બીજા જ દિવસથી હું દારૂ પર ગાવાનું બંધ કરી દઈશ. જો આવું થશે તો હું ક્યારેય દારૂ પર ગીત નહીં ગાઉં.

અમદાવાદમાં ફર્યો દિલજીત
દિલજીત દોસાંજ પોતાની ટીમ સાથે અમદાવાદમાં ફરતો જોવા મળ્યો હતો. તેણે અમદાવાદના ફાફડા-જલેબીની લિજ્જત માણી હતી. તો સાથે જ અમદાવાદની કેટલીક જગ્યાઓની મુલાકાત પણ કરી હતી. પંજાબી સિંગર અમદાવાદના પ્રખ્યાત ત્રણ દરવાજા પહોંચ્યો હતો. જ્યાં મોટી સંખ્યામા ભીડ તેને જોવા માટે ઉમટી પડી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news