જેકલીન ફર્નાન્ડીઝને એરપોર્ટ પર ED એ અટકાવી, જાહેર કર્યો હતો લૂક આઉટ સર્ક્યુલર

જાણીતી એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝને મુંબઇ એરપોર્ટ પર ઈડીએ અટકાવી હતી. જેકલીન દુબઈ જઈ રહી હતી.

Updated By: Dec 5, 2021, 08:24 PM IST
જેકલીન ફર્નાન્ડીઝને એરપોર્ટ પર ED એ અટકાવી, જાહેર કર્યો હતો લૂક આઉટ સર્ક્યુલર

નવી દિલ્હી: બોલીવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઇમાં ઇડીએ જેકલીનને એરપોર્ટ પર અટકાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, અભિનેત્રીને લુક આઉટ સર્ક્યુલરના કારણે અટકાવવામાં આવી છે. જેકલીનને એરપોર્ટ પર ત્યારે રોકવામાં આવી જ્યારે તે મુંબઇથી દુબઈ જઈ રહી હતી.

ઈડીનો દાવો- સુકેશે જેકલીનને કરોડો રૂપિયાની ગિફ્ટ આપી
ED એ ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં જેકલીનની સામે LOC જાહેર કર્યું હતું. 200 કરોડના ખંડણી કેસમાં સુકેશ ચંદ્રશેખરની 2 વખત પૂછપરછ કરવામાં આવી છે. સુકેશે જેકલીનને કરોડોની ગિફ્ટ આપી હતી. જેમાં BMW કાર, અરેબિયન ઘોડો, 4 બિલાડીઓ, ફોન અને જ્વેલરી સહિતની મોટી રકમ પણ જેકલીનના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

Anupama ની કાવ્યા નંદનીનું ગળું દબાવી દીધું! શાહ હાઉસમાં ફરી થયો ઝઘડો

થોડા સમય સુધી રિલેશનશિપમાં હતા જેકલીન અને સુકેશ
ED એ સુકેશના 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં 7000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં 8 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. જેકલીન અને સુકેશ પણ થોડા સમય સુધી રિલેશનશિપમાં હતા. ખાસ વાત એ છે કે જેકલીનને ED દ્વારા કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી આ મામલો ચાલે છે ત્યાં સુધી તે વિદેશ જઈ શકે નહીં. આ કારણથી તેને મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube