શ્રદ્ધા કપૂરે ગર્ભવતી હાથીણી હત્યાના મુદ્દે કર્યું આ કામ

આ અઠવાડિયાની શરૂઆતમાં એક ભયાનક ઘટના સામે આવી હતી, જ્યાં કેરલમાં કેટલાક લોકોએ એક ગર્ભવતી હાથણીને ફટાકડા ભરેલું અનાનસ ખવડાવીને તેની હત્યા કરી દીધી. આ ઘટનાથી જે લોકો નારાજ થયા છે તેમાં શ્રદ્ધા કપૂર સામેલ છે.

શ્રદ્ધા કપૂરે ગર્ભવતી હાથીણી હત્યાના મુદ્દે કર્યું આ કામ

મુંબઇ: આ અઠવાડિયાની શરૂઆતમાં એક ભયાનક ઘટના સામે આવી હતી, જ્યાં કેરલમાં કેટલાક લોકોએ એક ગર્ભવતી હાથણીને ફટાકડા ભરેલું અનાનસ ખવડાવીને તેની હત્યા કરી દીધી. આ ઘટનાથી જે લોકો નારાજ થયા છે તેમાં શ્રદ્ધા કપૂર સામેલ છે. પશુઓની સહાયતા અને સુરક્ષા માટે કામ કરનાર વિભિન્ન સંગઠનો અને પશુઓની સુરક્ષા માટે આગળ રહેનાર શ્રદ્ધા કપૂરે પોતાના સોશિયલ મીડિયા પર આ મુદ્દાને સંબોધિત કરતાં લખ્યું, 

"How??????
How can something like this happen??? 
Do people not have hearts??? 
My heart has shattered and broken...
The perpetrators need to be punished in the STRICTEST way. @PetaIndia @CMOKerala” 

શ્રદ્ધા કપૂરે ક્રૂરતા વિરૂદ્ધ સખત કાનૂન લાગૂ કરવા માએ એક અરજી વિશે જાણકારી પણ શેર કરી છે. અભિનેત્રીએ શેર કર્યું કે ''આપણે પશુ ક્રૂરતા વિરૂદ્ધ સખત કાનૂનોની જરૂરિયાત છે. આ એકદમ જરૂરી છે. કૃપિયા આ અરજી પર હસ્તાક્ષર કરો.'' 

પ્રાણીસંગ્રહાલય પર પ્રતિબંધ લગાવવા વિશે જાગૃતતા વધારવાથી માંડીને રસ્તા પર રહેનાર જાનવરોની મદદ સુધી, શ્રદ્ધા કપૂર 'પશુ કલ્યાણ અને અધિકાર' માટે ધ્વજવાહક બની ગઇ છે. અભિનેત્રીએ તાજેતરમાં જ એક આંતરરાષ્ટ્રી પશુ અધિકાર સંગઠન સાથે મળીને પ્રાણી સંગ્રહાલયમાં જાનવરો સાથે થનાર કઠોર ઉપચાર હાઇલાઇટ કર્યા હતા. 

શ્રદ્ધા કપૂરે પણ પોતાના ઇંસ્ટાગ્રામ પર આ ઘટના વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું કે ''એક ગર્ભવતી હાથણીને કેરલમાં અજાણ્યા લોકો દ્વારા ફટાકડાથી ભરેલું અનાનસ ખવડાવવામાં આવ્યું છે, જે તેના મોંઢામાં વિસ્ફોટ થઇ ગયો અને તેનું જડબું તૂટી ગયું છે. એક ગામમાં ફરતી હતી અને આખરે એક દિવસ નદીમાં મરી ગઇ. 

આપણે રાક્ષસો મળી જાય એવી આશા રાખીએ. પરંતુ ચારેય તરફ જુઓ, આ શેતાન તમારી આસપાસ હોય છે. રખડતા કુતરાઓને પથ્થર ફેંકવાથી માંડીને જીવિત આત્માને ઇજા પહોંચાડવા સુધી એક વ્યક્તિને પકડો. તેમાંથી ઘણા બધા જાનવરો માણસો પર વિશ્વાસ કરે છે કારણ કે ભૂતકાળમાં તેમના દ્વારા મદદ કરવામાં આવી હોય છે. 

જ્યારે તમારી પાસે સહાનૂભૂતિ અને દયાની કમી હોય છે, તો તમે માણસ કહેડાવવાના લાયક રહેતા નથી. કોઇને ઇજા પહોંચાડવી માનવીય નથી. તેમાં ફક્ત સખત કાનૂન મદદ નહી કરે. જ્યાં સુધી દોષીઓને સૌથી ખરાબ રીતે દંડિત ન કરવામાં આવે, ત્યાં સુધી આ દુષ્ટ રાક્ષક કાનૂનથી ક્યારેય ડરશે નહી.''

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news