આયુષ શર્માને કારણે સલમાન-અર્પિતાની લડાઈ ? કારણ કે...

સલમાન ખાને પોતે આ મામલે મીડિયા સાથે વાત કરી છે

Updated: Sep 27, 2018, 04:06 PM IST
આયુષ શર્માને કારણે સલમાન-અર્પિતાની લડાઈ ? કારણ કે...

મુંબઈ : સલમાન ખાન બહુ જલ્દી પોતાના બનેવી આયુષ શર્માને બોલિવૂડમાં લોન્ચ કરી રહ્યો છે. આયુષ શર્માની ડેબ્યુ ફિલ્મ 'લવયાત્રી' સલમાન ખાનના બેનર હેઠળ બનીને તૈયાર થઈ છે. આ ફિલ્મ બહુ જલ્દી થિયેટરમાં રિલીઝ થવાની છે. હાલમાં આ ફિલ્મનું પુરજોશમાં પ્રમોશન ચાલી રહ્યું છે પણ એક વસ્તુને કારણે લોકોને ભારે આંચકો લાગ્યો છે. 

'લવયાત્રી'ના પ્રમોશનની વાત કરીએ તો સલમાન ખાન પોતે આ ફિલ્મનું પ્રમોશન નથી રહ્યો. તેણે માત્ર ફિલ્મના ગીતો અને ટ્રેલર સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે. આ સિવાય સલમાન તરફથી બીજા કોઈ ખાસ પ્રયાસ નથી કરવામાં આવ્યા. સલમાને કહ્યું છે કે લવયાત્રીના પ્રમોશનમાં હું જોડાઇશ તો સમગ્ર ધ્યાન મારા તરફ કેન્દ્રિત થઈ જશે અને આ કારણે હું ફિલ્મનું પ્રમોશન ટાળી રહ્યો છું. મને ડર છે કે અર્પિતાને એવું ન લાગે કે હું તેના પતિની ફિલ્મના પ્રમોશનથી ભાગી રહ્યો છે. જો તેને એવું લાગશે તો અમારી વચ્ચે લડાઈ થઈ જશે.

ફિલ્મ 'લવયાત્રી' 5 ઓક્ટોબરના દિવસે થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મથી આયુષ શર્મા અને વરીના હુસૈન બોલિવૂડમાં એન્ટ્રી લેશે. આ ફિલ્મમાં નવરાત્રિ થીમનો આધાર લેવામાં આવ્યો છે. આ ફિલ્મની સફળતા પર આયુષના ભવિષ્યનો આધાર રહેશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...