Govinda Firing case: ગોવિંદાના નિવેદન સાથે મુંબઈ પોલીસ સહમત નથી? જાણો કેમ થઈ રહ્યો છે શક
એવું કહેવાય છે કે જ્યારે ગોવિંદા રિવોલ્વર અલ્મારીમાં મૂકવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક ગોળી છૂટી ગઈ. ઘટના મંગળવાર સવાર લગભગ 4.45 વાગ્યાની છે. ઘટના અંગે ગોવિંદાએ પોલીસને પોતાનું નિવેદન પણ આપ્યું હતું. જો કે મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસ ગોવિંદાના નિવેદન સાથે પણ સહમત હોય તેવું જણાતું નથી.
Trending Photos
બોલીવુડ અભિનેતા ગોવિંદાને મંગળવારે સવારે ગોળી વાગી હતી. ગોળી વાગવાના કારણે તેમને તરત હોસ્પિટલ ખસેડાયા હતા. તેમના પગમાંથી ગોળી કાઢી નાખવામાં આવી છે અને હવે તેઓ આઉટ ઓફ ડેન્જર છે. પરંતુ હજુ પણ તેઓ હોસ્પિટલમાં છે. એવું કહેવાય છે કે જ્યારે ગોવિંદા રિવોલ્વર અલ્મારીમાં મૂકવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક ગોળી છૂટી ગઈ. ઘટના મંગળવાર સવાર લગભગ 4.45 વાગ્યાની છે. ઘટના અંગે ગોવિંદાએ પોલીસને પોતાનું નિવેદન પણ આપ્યું હતું. જો કે મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસ ગોવિંદાના નિવેદન સાથે પણ સહમત હોય તેવું જણાતું નથી.
મીડિયા રિપોર્ટ મુજબ પોલીસનું માનવું છે કે રિવોલ્વર પડ્યા બાદ જમીનની સપાટીને પકડીને ફાયર થઈ શકે પરંતુ રિવોલ્વર ઊભી પડે અને ઉપરની દિશામાં સીધી ઘૂંટણ પર ગોળી કેવી રીતે વાગી શકે? પોલીસને આ થિયરી પચતી નથી. એ પણ હોઈ શકે કે રિવોલ્વર હાથમાં જ રહેતા ફાયર થઈ ગયું હોય, પરંતુ એવું થાય તો શું ગોવિંદા કોઈ વાત છૂપાવી રહ્યા છે, જો આ સાચુ હોય તો એવી કઈ વાત છે અને કેમ છૂપાવવામાં આવી રહી છે.
હોસ્પિટલમાં દાખલ થયા બાદ પોલીસે ગોવિંદાનું પ્રાથમિક નિવેદન લીધુ હતું. પરંતુ હવે પોલીસ અભિનેતાના ફાઈનલ નિવેદનની રાહ જુએ છે. પોલીસના એવા અનેક સવાલ છે જેના જવાબ ગોવિંદા બરાબર આપી શકતા નથી. આવામાં ફરીથી નિવેદન લેવાશે. સૌથી મોટો સવાલ એ છે કે નીચે પડવાથી રિવોલ્વર પોતે ટ્રિગર કેવી રીતે થઈ? જો નીચે પડીને રિવોલ્વરનું ટ્રિગર આપોઆપ દબાઈ ગયું તો જમીનની સપાટીને પકડીને ફાયરિંગ થઈ શકે છે.
શું છૂપાવે છે ગોવિંદા?
પોલીસને હજુ પણ પોતાના સવાલોના જવાબ મળ્યા નથી. અકસ્માત સમયે ગોવિંદાની રિવોલ્વરમાં 6 ગોળીઓ હતી જેમાંથી એક ફાયર થઈ. એક સવાલ એ પણ છે કે જો ગોવિંદા રિવોલ્વરને ઘરે રાખીને જવાના હતા તો પછી તે લોડેડ કેમ હતી? તેમણે રિવોલ્વરમાંથી બુલેટ કાઢીને કેમ ન રાખી? પોલીસને શક છે કે ગોવિંદા દુર્ઘટના સંલગ્ન કોઈ મહત્વની જાણકારી છૂપાવી રહ્યા છે. પોલીસને આશા છે કે સ્પોટ પંચનામાથી આ અંગે મહત્વના ખુલાસા થઈ શકે છે. બેલિસ્ટિક રિપોર્ટથી પણ ગોળીની દિશા અને અંતરની જાણકારી મેળવી શકાય છે. પોલીસ આ મામલે તપાસમાં એક્સપર્ટ્સની પણ મદદ લઈ રહી છે. પોલીસ આ સવાલો મુદ્દે ફરીથી ગોવિંદાનું નિવેદન લેશે. એવા પણ રિપોર્ટ્સ છે કે ગોવિંદાની પુત્રી ટીના આહૂજાની પણ પૂછપરછ થઈ છે. તેનું પણ નિવેદન લેવાયું છે, આગળ તપાસ ચાલુ છે.
ગોવિંદાનું સ્ટેટમેન્ટ
અત્રે જણાવવાનું કે ગોળી વાગ્યા બાદ ગોવિંદાએ વોઈસ નોટ દ્વારા સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે નમસ્કાર, પ્રણામ...હું ગોવિંદા છું. તમારા બધાના આશીર્વાદ અને માતા પિતાના આશીર્વાદ, ગુરુની કૃપાથી ગોળી વાગી હતી પરંતુ કાઢી નાખવામાં આવી છે. હું અહીં આદરણીય ડોક્ટર અગ્રવાલજીનો આભાર માનું છું અને બધાની જે પ્રાર્થનાઓ છે તે બદલ તમારા લોકોનો આભાર.
લોકરમાં મૂકતી વખતે પડી હતી રિવોલ્વર
ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ જણાવ્યું કે અભિનેતાએ કોલકાતામાં એક પ્રોગ્રામ એટેન્ડ કરવાનો હતો. તેના માટે સવારે 6 વાગ્યાની ફ્લાઈટ પકડવાની હતી. આથી સવારે 4.45 વાગે ઘરેથી નીકળવાનું હતું. તે વખતે લાઈસન્સી રિવોલ્વરને લોકરમાં મૂકતી વખતે નીચે પડી અને અચાનક ગોળી છૂટી ગઈ. આ ગોળી પગમાં વાગી અને સર્જરી બાદ ડોક્ટરોએ કાઢી નાખી છે. તેમની સ્થિતિ સારી છે. હાલ હોસ્પિટલમાં છે અને ઠીક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે