કરોડો કમાતા એક્ટરે રાતોરાત છોડી એક્ટિંગ, કારણ કે...

પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક ગુડબાય વીડિયો શેયર કર્યો છે

કરોડો કમાતા એક્ટરે રાતોરાત છોડી એક્ટિંગ, કારણ કે...

મુંબઈ : લોકપ્રિય પાકિસ્તાની એક્ટર હમઝા અલી અબ્બાસી (Hamza Abbasi) હાલમાં ભારત વિરૂદ્ધ ભડકાઉ ભાષણ દેવા બદલ ચર્ચામાં હતો. એક રિપોર્ટ પ્રમાણે તેણે હાલમાં જ જાહેરાત કરી છે કે તે હવે એક્ટિંગ (Acting) નહીં કરે. તેણે જાહેરાત કરી છે કે તે એક્ટિંગ છોડીને ઇસ્લામ (Islam)ને લોકો સુધી પહોંચાડશે.

હમઝા અલી અબ્બાસી પાકિસ્તાનના લોકપ્રિય એક્ટરમાંથી એક છે. તેની ફિલ્મ મૈં હું શાહિદ આફ્રિદી અને પ્યારે અફઝલને સારી એવી પ્રસંશા મળી હતી. તે પાકિસ્તાનના ટોચના એક્ટર્સમાંથી એક હતો અને કરોડોની કમાણી કરતો હતો. જોકે હવે તે પોતાની કરિયર પર પુર્ણવિરામ મુકી દેવા માગે છે. હમઝાએ પોતાના ટ્વિટર (Twitter) એકાઉન્ટથી એક ગુડબાય વીડિયો શેયર કર્યો છે. હમઝાએ દાવો કર્યો છે તેણે આ નિર્ણય દસ વર્ષની વિચારણા પછી લીધો છે.

હમઝા હવે ફિલ્મો અને નાટકોના માધ્યમથી ઇસ્લામનો સંદેશ ફેલાવશે. તેણે કહ્યું છે કે ઇસ્લામ પ્રત્યે પોતાનું જીવન જીવવા માટે એક્ટિંગ છોડવા ઇચ્છે છે. તે હવે એવા વીડિયો બનાવશે જે સમાજમાં ફેલાયેલા કુરિવાજો પર પ્રકાશ ફેંકશે. હમઝાએ કહ્યું છે કે તેના આ નિર્ણય પાછળ કોઈ છુપાયેલો એજન્ડા નથી.

જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news