હિમેશભાઈએ હોંશેહોંશે પોસ્ટ કરી બીજા લગ્નની પહેલી તસવીર, જોવા કરો ક્લિક

આ લગ્ન દિલ્હીના ગુરુદ્વારામાં યોજવામાં આવ્યા હતા

હિમેશભાઈએ હોંશેહોંશે પોસ્ટ કરી બીજા લગ્નની પહેલી તસવીર, જોવા કરો ક્લિક

નવી દિલ્હી : બોલિવૂડમાં હાલ લગ્નનો માહોલ જામ્યો છે. અનિલ કપૂરની લાડકી પુત્રી અને બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરના દિલ્હી સ્થિત બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન થયા. ત્યારબાદ નેહા ધૂપિયા અને અંગત બેદીના લગ્નના થયાના અહેવાલો સામે આવ્યાં અને હવે વધુ એક બોલિવૂડ હસ્તીના લગ્નના અહેવાલ સામે આવ્યાં છે. હવે મૂળ ગુજરાતી એવા મ્યૂઝિક ડિરેક્ટર અને એક્ટર હિમેશ રેશમિયાએ એક પ્રાઈવેટ ફંક્શનમાં ટીવી અભિનેત્રી સોનિયા કપૂર સાથે લગ્ન કરી લીધા છે એવી માહિતી સામે આવી છે. આ લગ્નમાં ફક્ત નજીકના મિત્રો અને સંબંધીઓ જ સામેલ થયા હતાં. હિમેશ રેશમિયાનો પુત્ર પોતે આ લગ્નમાં શામેલ થયો હતો. આ લગ્ન નવી દિલ્હીના એક ગુરુદ્વારામાં થયા છે. હાલમાં હિમેશે આ લગ્નની તસવીર સોશિયલ મીડિયામાં શેયર કરીને વાતની પુષ્ટિ કરી છે.

A post shared by Himesh Reshammiya (@realhimesh) on

હિમેશ રેશમિયાના આ બીજા લગ્ન છે. અગાઉ તેના લગ્ન કોમલ સાથે થયા હતાં પહેલી પત્ની સાથે 22 વર્ષ સંબંધમાં રહ્યાં બાદ છૂટાછેડા આપ્યાં. ગત વર્ષે જ હિમેશના ડિવોર્સ થયા. એવા અહેવાલો પણ હતાં કે સોનિયા સાથે ખુબ નીકટતા હોવાના કારણે જ હિમેશના લગ્નમાં ભંગાણ પડ્યું હતું.

સોનિયા કપૂર ટેલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તે કૈસા યે પ્યાર હૈ, જુગની ચલી જલંધર, યહ બોસ, રિમિક્સ જેવી અનેક ટીવી સીરિયલમાં જોવા મળી હતી. એવા અહેવાલો છે કે હિમેશ અને સોનિયા છેલ્લા 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news