Video : મોંઘાદાટ ઢોંસા પીરસતી હાઇફાઇ હોટેલમાં તવો સાફ થાય છે સાવરણાંથી!

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ચર્ચાસ્પદ બન્યો છે

Video : મોંઘાદાટ ઢોંસા પીરસતી હાઇફાઇ હોટેલમાં તવો સાફ થાય છે સાવરણાંથી!

અમદાવાદ : હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ચર્ચાસ્પદ અને વાઇરલ બન્યો છે જેમાં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર ખાતે ખ્યાતનામ હોટેલના રસોડામાં ઢોંસા બનાવવાનો તવો સાવરણાથી સાફ કરવામાં આવતો હોય એવું દેખાય છે.

હકીકતમાં અમદાવાદમાં રહેતા જિજ્ઞેશ યજ્ઞેશ નાણાવટી વેકેશનમાં પરિવાર સાથે નૈનિતાલ, મસૂરી અને હરિદ્વારથી ફરીને દિલ્હી પરત ફરતા હતા ત્યારે મુઝફ્ફરનગર વિસ્તારની ખ્યાતનામ રેસ્ટોરાંમાં તેમને બહુ કડવો અનુભવ થયો હતો અને તેમણે આ અનુભવ ફેસબુક પર વીડિયો સાથે શેયર કર્યો છે. અહીં ભોજનની સારી એવી કિંમત ચૂકવવા છતાં તેમને સ્વચ્છતાના મામલે શોકિંગ અનુભવ થયો હતો. 

Photo

પોતાનો અનુભવ પોસ્ટ કરતા તેમણે લખ્યું છે કે ''અમે બપોરના ભોજન અર્થે ગયા અને ઓર્ડર આપ્યો સાદા ઢોસા અને મસાલા ઢોસાનો. અમે ઓર્ડર ની રાહ જોઈ રહ્યા હતા ત્યારે રસોડાની વ્યવસ્થા જોઈ અમે તો ડઘાઈ જ ગયા. અહીં સફાઈ કરવા માટે ઢોસાના તવા ઉપર સાવરણો ફેરવવામાં આવ્યો. આ મામલે વેઈટર અને મેનેજરને સવાલ કરવામાં આવ્યો તો જવાબ મળ્યો કે અમે તો વરસોથી આજ રીતે તવો સાફ કરીયે છીએ અને અમારી બધી જ શાખાઓમાં આજ રીતે થાય છે અને આગળ ઉપર પણ કરીશું. થાય એ કરી લો.''

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news