Pics : હિના ખાને બોયફ્રેન્ડ સાથે કર્યો એવો રોમેન્સ કે શિયાળામાં પણ છૂટી જશે પરસેવો

સલમાન ખાનના શો બિગ બોસ 11ની ફર્સ્ટ રનર અપ રહી ચૂકેલી  હિના ખાન સતત પોતાના પ્રોજેક્ટને કારણે ચર્ચામાં 

Pics : હિના ખાને બોયફ્રેન્ડ સાથે કર્યો એવો રોમેન્સ કે શિયાળામાં પણ છૂટી જશે પરસેવો

મુંબઈ : સલમાન ખાનના શો બિગ બોસ 11ની ફર્સ્ટ રનર અપ રહી ચૂકેલી  હિના ખાન સતત પોતાના પ્રોજેક્ટને કારણે ચર્ચામાં છે. હિનાએ ટીવી સિરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'ના અક્ષરાના રોલને અલવિદા કહી એ પછી એ લોકપ્રિયતાના નવા માપદંડ બનાવી રહી છે. હાલમાં હિના એકતા કપૂરની સિરિયલ કસૌટી ઝિંદગી 2માં કોમોલિકાનો રોલ કરી રહી છે. 

હિના ખાનના અંગત જીવનની વાત કરીએ તો તેની અને રોકી જયસ્વાલની રિલેશનશીપ જગજાહેર છે. હાલમાં હિનાએ સોશિયલ મીડિયામાં તેના અને રોકી જયસ્વાલના ન્યૂ યર સેલિબ્રેશનની તસવીરો શેયર કરી છે. આ તસવીરમાં તેની સાથે બિગ બોસ 11માં ભાગ લઈ ચૂકેલો પ્રિયાંક શર્મા પણ જોવા મળે છે. પ્રિયાંક અને હિના બિગ બોસના ઘરમાં સારા મિત્રો બની ગયા હતા અને તેમની મિત્રતા હજી ટકેલી છે. હિનાએ હાલમાં ન્યૂ યર સેલિબ્રેશનની જે તસવીરો પોસ્ટ કરી છે તેમાં તે બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે જબરદસ્ત રોમેન્સ કરતી દેખાય છે. 

'બિગ બોસ'ની 11ની ફર્સ્ટ રનરઅપ હિના ખાન થોડા મહિના પહેલાં દુબઈમાં પ્રેમી સાથે રોકી જયસ્વાલ સાથે વેકેશન મનાવવા ગઈ હતી. ચર્ચા છે કે હિના ખાને અહીંયા સગાઈ કરી લીધી હતી. 'બિગ બોસ'ના ઘરમાં જ્યારે રોકી પ્રેમિકા હિનાને મળવા આવ્યો ત્યારે તેણે જાહેરમાં પોતાના દિલની વાત કરી હતી. આ સમયથી હિના તથા રોકીનાં લગ્નની ચર્ચા થતી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news