Indian Idol 12: એક એપિસોડના લાખો કમાય છે નેહા કક્કર અને હિમેશ, જાણો શું છે પડદા પાછળની કહાની

ઈન્ડિયન આઈડોલ સિઝનમાં જજ તરીકે જોવા મળતાં નેહા કક્કર, હિમેશ રેશમિયા અને વિશાલ દદલાનીને પ્રતિ એપિસોડ લાખો રૂપિયા મળે છે. તો દર્શકોને આકર્ષવા માટે અટકચાળા કરતા આદિત્ય નારાયણને પણ પ્રતિ એપિસોડ મસમોટી ફી મળે છે.

Indian Idol 12: એક એપિસોડના લાખો કમાય છે નેહા કક્કર અને હિમેશ, જાણો શું છે પડદા પાછળની કહાની

મુંબઈ: આ સમયે ઈન્ડિયન આઈડોલ 12 (Indian Idol-12) ચર્ચામાં છે. દરેક જગ્યાએ તેના સ્પર્ધકોના સિંગિંગ ટેલેન્ટની જ ચર્ચા છે. માત્ર સિંગિગ જ નહીં પરંતુ સ્પર્ધકોની પર્સનલ લાઈફ પણ ચર્ચા જગાવી રહી છે. અત્યાર સુધી શોમાં અનેક મોટા સિંગર્સ અને સેલિબ્રિટીઝ મહેમાન બનીને આવ્યા અને બધાએ સ્પર્ધકોના વખાણ પણ કર્યા. રેખા (Rekha)થી લઈને ઓસ્કાર વિજેતા એ.આર.રહમાન (A.R.Rehman), અનુ મલિક (Anu Malik), ઉદિત નારાયણ (Udit Narayan), ગીતકાર સંતોષ આનંદ (Santosh Anand), લક્ષ્મીકાંત-પ્યારેલાલ (Lakshmikant-Pyarelal) અને કલ્યાણજી-આનંદજી (Kalyanji-Anandji) સુધીની તમામ હસ્તીઓ ઈન્ડિયન આઈડોલનો ભાગ બની. શું તમે જાણો છો કે આ સિઝન માટે જજ નેહા કક્કર (Neha Kakkar), હિમેશ રેશમિયા (Himesh Reshmiya) અને વિશાલ દદલાની (Vishal Dadlani)ને કેટલી ફી મળી રહી છે. જ્યારે હોસ્ટ આદિત્ય નારાયણ (Aditya Narayan) એક એપિસોડ માટે કેટલી ફી વસૂલે છે.

1. નેહા કક્કર (Neha Kakkar):
ઈન્ટરનેટ પર મળી રહેલી જાણકારી પ્રમાણે સિંગર નેહા કક્કરને ઈન્ડિયન આઈડોલ-12 જજ કરવા માટે 5 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ મળે છે. નેહા ઈન્ડિયન આઈડોલને 10મી સિઝનથી સતત જજ કરી રહી છે.

2. હિમેશ રેશમિયા (Himesh Reshmiya):
ઈન્ડિયન આઈડોલ-12ના ત્રીજા જજ હિમેશ રેશમિયાને પ્રતિ એપિસોડ 4 લાખ રૂપિયા મળે છે. અનુ મલિક ઈન્ડિયન આઈડોલ શોમાંથી બહાર થતાં 11મી સિઝનની હિમેશ રેશમિયા શોને જજ કરે છે.

3. વિશાલ દદલાની (Vishal Dadlani):
સિંગર વિશાલ દદલાનીને એક એપિસોડ માટે 4.5 લાખ રૂપિયા મળે છે. વિશાલે પણ નેહા કક્કરની જેમ ઈન્ડિયન આઈડોલની 10મી અને 11મી સિઝનને પણ જજ કરી હતી.

4. આદિત્ય નારાયણ (Aditya Narayan):
ઈન્ડિયન આઈડોલ શોના હોસ્ટ આદિત્ય નારાયણ એક એપિસોડના અઢી લાખ રૂપિયા લે છે. હાલમાં તે કોરોનાના કારણે ક્વોરન્ટાઈનમાં છે અને તેની જગ્યાએ એક્ટર રિત્વિક ધનજાની હોસ્ટ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news