મેટ ગાલામાં દીપિકા-પ્રિયંકા કરતા ઈશા અંબાણીનો LOOK થયો સૌથી વધુ હીટ, લોકો જોતા જ રહી ગયા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ મેટ ગાલા 2019માં જબરદસ્ત એન્ટ્રી મારીને બધાના મન મોહી લીધા.

મેટ ગાલામાં દીપિકા-પ્રિયંકા કરતા ઈશા અંબાણીનો LOOK થયો સૌથી વધુ હીટ, લોકો જોતા જ રહી ગયા

નવી દિલ્હી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ મેટ ગાલા 2019માં જબરદસ્ત એન્ટ્રી મારીને બધાના મન મોહી લીધા. ઈશા ખુબ જ આકર્ષક ગાઉનમાં જોવા મળી. ગાલામાં ઈશાએ પ્રબળ ગુરંગે ડિઝાઈન કરેલો લિલૈક કલરનો ગાઉન પહેર્યો હતો. ગત વર્ષે મેટ ગાલામાં પ્રબલે જ અભિનેત્રી દીપિકા પાદૂકોણના લુકને સ્ટાઈલ આપી હતી. આ વર્ષે મેટ ગાલા થીમ 'કેમ્પ: નોટ્સ ઓન ફેશન'ને ધ્યાનમાં રાખતા ઈશાએ પ્લંજિન્ગ નેકલાઈનવાળો ગાઉન પહેર્યો હતો. જેના સ્કર્ટ પર ફેધર વર્ક કરાયું હતું. 

એક રાજકુમારી જેવા લુકમાં ઈશા જોવા મળી હતી. ઈશાએ લુકને ડાઈમન્ડ નેકપીસ અને ડ્રોપ ઈયરરિંગ્સ સાથે પૂરો કર્યો હતો. ડિઝાઈનરે ઈશાના આ ગાઉનમાં મેટ ગાલામાં એન્ટ્રી માર્યાના થોડા કલાકો પહેલા જ તેની એક ઝલક ઈન્સ્ટાગ્રામ પર દર્શાવી હતી. 

— Prabal Gurung (@prabalgurung) May 7, 2019

ઈશાના ગાઉનની તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે અંદાજ લગાવો કે આ ગાઉનમાં કોણ કાર્પેટ પર બધાનું ધ્યાન આકર્ષિત કરવા માંગે છે? ઈશા ગત વર્ષે પણ મેટ ગાલામાં સામેલ થઈ હતી. 

Met Gala 2019 : दीपिका पादुकोण का इंडियन बॉर्बी लुक वायरल, फैंस बोले- 'तुम लाजवाब हो...'

અત્રે જણાવવાનું કે મેટ ગાલામાં આ વર્ષે કેમ્પ: નોટ્સ ઓન ફેશનની થીમ રાખવામાં આવી હતી. સોમવારે થયેલી આ ઈવેન્ટમાં દીપિકા પાદૂકોણ ઉપરાંત પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે અને ઈન્ડિયન ઓરિજન યુટ્યુબ સેન્સેશન લિલી સિંહ પણ પહોંચ્યા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news