Jawaani Jaaneman Movie Review: જવાની જાનેમન મૂવી એટલે સંબંધોની ગૂંચ અને કોમેડીનો તડકો, જાણો મૂવી રિવ્યૂ

Jawaani Jaaneman Movie Review: જવાની જાનેમન મૂવી રિવ્યૂ કેવો છે આવો જાણીએ... સૈફ અલી ખાન (Saif Ali Khan), તબ્બૂ (Tabu) અને અલાયા એફ (Alaya F) અભિનિત ફિલ્મ જવાની જાનેમન (Jawaani Jaaneman) રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં કબીર બેદીની પૌત્રી અને પૂજા બેદીની પુત્રી અલાયા એફ ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કરી રહી છે.

Jawaani Jaaneman Movie Review: જવાની જાનેમન મૂવી એટલે સંબંધોની ગૂંચ અને કોમેડીનો તડકો, જાણો મૂવી રિવ્યૂ

નવી દિલ્હી : સૈફ અલી ખાન (Saif Ali Khan), તબ્બૂ (Tabu) સ્ટારર ફિલ્મ જવાની જાનેમન (Jaawani Jaaneman) રિલીઝ થઇ છે. આ ફિલ્મથી કબીર બેદીની પૌત્રી અને પૂજા બેદીની પુત્રી અલાયા એફ (Alaya F) ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કરી રહી છે. 2020 ના પ્રારંભે ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયર (Tanhaji: The Unsung Worriar) થી સૈફ અલી ખાન વિલનના રૂપે બોક્સ ઓફિસ પર પોતાની ધાક જમાવવામાં સફળ રહ્યો છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાને જોરદાર અભિનય કર્યો છે. જોકે આ  ફિલ્મના પોસ્ટર્સ અને ટ્રેલરમાં સૈફ એકદમ અલગ અવતારમાં દેખાય છે. ફિલ્મના પોસ્ટર્સ અને ટ્રેલરમાં સૈફનો કૂલ અવતાર દેખાય છે. હવે દર્શકોને એ કેટલો પસંદ આવે છે એ તો બોક્સ ઓફિસનું કલેકશન જ બતાવશે. પરંતુ જો તમે ફિલ્મ જોવા જવાનું વિચારી રહ્યા હોવ તો ફિલ્મનો રિવ્યૂ એકવાર વાંચી લો. 

ફિલ્મ- જવાની જાનેમન
કલાકાર- સૈફ અલી ખાન, અલાયા ફર્નિચરવાલા, તબ્બૂ, કુબરા સેત, કુમુદ મિશ્રા, ફરિદા જલાલ, કુકૂ શારદા અને ચંકી પાંડે
નિર્દેશક- નિતિન કક્કડ
રેટિંગ- 3

સ્ટોરી જોરદાર છે
અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડ લાઇફ ડોટ કોમમાં પ્રકાશિત રિવ્યૂ અનુસાર જવાની જાનેમન (Jaawani Jaaneman) માં સૈફ અલી ખાનનો અભિયન એક ઐય્યાશ શખ્સનો છે. સૈફના પાત્રનું નામ જસવિંદર સિંહ ઉર્ફે જૈજ છે. જૈજ પોતાની દુનિયામાં કોઇની ડખલગીરી વગર એકલો જ રહેવામાં માને છે. પરંતુ ત્યાર બાદ એના જીવનમાં એક છોકરી આવે છે જેનું નામ ટિયા છે. ટિયાનું પાત્ર અલાયા એફ એ નિભાવ્યું છે. ટિયા એ દાવો કરે છે તે જૈજની પુત્રી છે અને પછી શરૂ થાય છે એક જોરદાર ટ્વિસ્ટ કારણ કે જૈજને ઝટકો લાગે છે કે તે એક 21 વર્ષિય પુત્રીનો પિતા છે. બંને તબીબ પાસે જાય છે અને ચકાસણી કરાવતાં આ વાત સાચી પડે છે. આ દરમિયાન ટિયા એક ટૂર પર એમસ્ટર્ડન જાય છે અને એ દરમિયાન પ્રેગ્રેન્ટ બને છે. એ પછી એ પોતાના પિતાની ભાળ મેળવે છે અને અહીં આવી પહોંચે છે. એ પછીની સ્ટોરી તબ્બૂ એટલે કે ટિયાની માતાની એન્ટ્રી થાય છે. પરંતુ મોટો વળાંક ત્યારે આવે છે જ્યારે દર્શકોને ખબર પડે છે કે તબ્બૂ એક હિપ્પી છે. તબ્બૂ પણ ઘણા લાંબા સમય બાદ કૂલ અંદાજમાં પરદે જોવા મળે છે. 

નિર્દેશન:
જવાની જાનેમન (Jaawani Jaaneman) નું નિર્દેશન નિતિન કક્કડે ઘણું સરસ કર્યું છે. જોકે ફિલ્મના પહેલા પાર્ટમાં મોટાભાગના રહસ્યો સામે આવી જાય છે એટલે આગળની વાર્તા એટલી જકડી રાખતી નથી. ફિલ્મનો પહેલો ભાગ ઘણો ધીમો છે. પરંતુ બીજા ભાગમાં ફિલ્મ ઘણી સારી ચાલે છે. આ ફિલ્મમાં તબ્બૂ અને સૈફ અલી ખાન વચ્ચે ઘણા સીન છે. આલિયા ફર્નિચરવાલાની એક્ટિંગ ડેબ્યૂ  ફિલ્મ છે જેને લીધે નિર્દેશકે ખાસ ધ્યાન આપ્યું છે. 

દમદાર મ્યુઝિક
ફિલ્મને સંગીત ગૌરવ રોશિન, તનિષ્ક બાગચી અને પ્રેમ હરદીપે આપ્યું છે. દરેક ગીત પોતાના અલગ મૂડને અને ફિલ્મની વાર્તાને રિફલેક્ટ કરવામાં સફળ લાગે છે. આ ફિલ્મમાં બે ગીત રિક્રિએટ કરાયા છે. એકંદરે જવાની જાનેમન (Jaawani Jaaneman) ને મૂળ રીતે સંબંધોના તાણાવાણા પર છે. પરંતુ સ્ટોરીના ટ્વિસ્ટમાં સંગીત સરસ છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news