50 રૂપિયામાં કામની શરૂઆત કરનાર એક્ટર જેઠાલાલના અભિનયથી બન્યો કરોડપતિ

દિલીપ જોશી ખાવાના ખુબ જ શોખીન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલીપ જોશી ખાવાના મામલે વધારે વિચારતા નથી., જે ખાવાનું મળે તે ખાઈ લેતા હોય છે. જોકે દિલીપ જોશી સાચ્ચેમાં ફાફડા જલેબી વધારે પસંદ છે. 

50 રૂપિયામાં કામની શરૂઆત કરનાર એક્ટર જેઠાલાલના અભિનયથી બન્યો કરોડપતિ

મુંબઇ: ટેલિવિઝનની દુનિયામાં જેઠાલાલ તરીકે જાણીતા દિલીપ જોશીને આજે વિશ્વભરમાં સૌ કોઈ ઓળખે છે. આ ઓળખ પાછળનું કારણ તેમની મહેનત છે. આજે દિલીપ જોશી પોતાનો પરિચય આપવાની કોઈ જરૂર નથી. ખુબ જ જણીતી સિરીયલ તારક મહેતા કા ઉલટા ચશ્મામાં જેઠાલાલનું ભુમિકા ભજવનાર દિલીપ જોશી 12 વર્ષની ઉંમરથી અભિનય કરી રહ્યાં છે. દિલીપ જોશી આજે મુંબઈમાં ખુબ જ  લક્ઝરી લાઈફ જીવી રહ્યાં છે. તો ચાલો આજે જાણીએ દિલીપ જોશીના જીવન વિશે.

દિલીપ જોશી ખાવાના ખુબ જ શોખીન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલીપ જોશી ખાવાના મામલે વધારે વિચારતા નથી., જે ખાવાનું મળે તે ખાઈ લેતા હોય છે. જોકે દિલીપ જોશી સાચ્ચેમાં ફાફડા જલેબી વધારે પસંદ છે. 

ટિવી સિરીયલ સિવાય દિલીપ જોશીએ ફિલ્મોમાં સપોર્ટિંગ એક્ટર તરીકે પણ કામ કર્યું છે. હમ આપ કે હૈ કોન, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, હમરાઝ, દિલ હૈ તુમ્હારા જેવી ફિલ્મો કરી છે. દિલીપ જોશી ટિવી સિરીયલ, જાહેરાત, બ્રાન્ડ પ્રમોશન અને સોશિયલ મીડિયાથી સારી કમાણી કરી રહ્યાં છે.

દિલીપ જોશીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે તેઓએ એક બેક સ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તે તે સમયે 50 રૂપિયા પ્રતિ ભૂમિકાના કમાતા હતા. તે વખતે તેમને ઓછુ કામ મળતુ હતું.    

પણ હવે દિલીપ જોશી તારક મહેતા કા ઉલટા ચશમામાં જેઠાલાલના અભિનય માટે એક એપિસોડના લગભગ 1.5 લાખ રૂપિયા ફી વસૂલે છે. દિલીપ જોશી મહિનાના 25 દિવસ શૂટિંગ કરે છે. અને મહિને લગભગ 36 લાખ રૂપિયા કમાય છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર દિલીપ જોશીને લક્ઝરી કારનો પણ શોખ છે. દિલીપ જોશી પાસે 80 લાખ રૂપિયાની ઓડી ક્યુ 7 કાર છે. આ સિવાય ટોયોટા ઈનોવા ગાડી પણ તે પસંદ કરે છે. દિલીપ જોશી દર વર્ષે 5થી 6 કરોડ રૂપિયાની કમાણી કરે છે. 

જો વાત દિલીપ જોશીના ઘરની છે તો તે મુંબઈના અંધેરીમાં આલીશાન ઘરમાં પરિવાર સાથે રહે છે.  દિલીપ જોશીની સંપતી કરોડોમાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર દિલીપ જોશીની કુલ  સંપત્તી 45 કરોડ રૂપિયાથી પણ વધુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news