દીપિકા પાદુકોણના લગ્નનું થઇ રહ્યું છે પ્લાનિંગ, સૌથી અલગ અને સૌથી શાનદાર

ગત વર્ષે અનુષ્કા શર્માના લગ્ન બાદ એવું લાગતું હતું કે બોલીવુડમાં લગ્નગાળો શરૂ થઇ ગયો છે. વિરાટ-અનુષ્કાના લગ્ન શ્રેયા સરન, વીજે પૂરબ કોહલી, સુરવીન ચાવલા, આશિકા ગોરડિયા, ઇશિતા દત્તા-વત્સલ સેઠ અને અમૃતા પૂરી જેવી ઘણી સ્ટાર્સે પણ લગ્ન કર્યા. 

દીપિકા પાદુકોણના લગ્નનું થઇ રહ્યું છે પ્લાનિંગ, સૌથી અલગ અને સૌથી શાનદાર

નવી દિલ્હી: ગત વર્ષે અનુષ્કા શર્માના લગ્ન બાદ એવું લાગતું હતું કે બોલીવુડમાં લગ્નગાળો શરૂ થઇ ગયો છે. વિરાટ-અનુષ્કાના લગ્ન શ્રેયા સરન, વીજે પૂરબ કોહલી, સુરવીન ચાવલા, આશિકા ગોરડિયા, ઇશિતા દત્તા-વત્સલ સેઠ અને અમૃતા પૂરી જેવી ઘણી સ્ટાર્સે પણ લગ્ન કર્યા. 

ગત થોડા દિવસોથી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નના સમાચાર પણ સતત ચર્ચામાં છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આ વર્ષના અંત સુધી લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. બંનેના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને દીપિકા પાદુકોણ કાલે મુંબઇથી બેંગ્લોર પોતાની તૈયારીઓને લઇને પહોંચી ચૂકી છે.

કોણ કરી રહ્યું છે ખાસ તૈયારી

બોલીવુડના ગુડલુકિંગ કપલે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે પરંતુ રણવીર-દીપિકા ઉપરાંત બીજું કોઇ છે જે દીપિકાના લગ્નની ખાસ તૈયારી કરી રહ્યું છે. જી હાં તમને જણાવી દઇએ કે આ સમાચાર એકદમ પાકા છે. 

દીપિકા છે બ્રાંડા એંબેસ્ડર
જોકે દીપિકા પાદુકોણ એક જ્વેલરીના બ્રાંડ એંબેસ્ડર છે. આ બ્રાંડ દીપિકા પાદુકોણના લગ્ન પર એક્સક્લૂસિવ જ્વેલરીનું કલેક્શન લોંચ કરશે. આ બ્રાંડ ખાસકરીને દીપિકા પાદુકોણ માટે ઘરણાં ડિઝાઇન કરશે. પદ્માવતમાં પણ દીપિકા પાદુકોણ દરેક ઘરણામાં સારી લાગે તેથી બ્રાંડે કોઇ કસર છોડી નથી. 

પહેલા કોઇની સાથે આમ થયું નથી
પહેલાં પણ ઘણા સુપરસ્ટાર એક્ટ્રેસ લગ્ન થઇ ચૂક્યા છે જે જ્વેલરીના બ્રાંડની બ્રાંડ એંબેસ્ડર હતી પરંતુ આવી સરપ્રાઇઝ કદાચ જ કોઇ અભિનેત્રીને મળે જે દિપીકા પાદુકોણ માટે પ્લાન કરવામાં આવી રહી છે. 

તૈયારીમાં જોડાયો પરિવાર
કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં દીપિકા પાદુકોણનો પરિવાર ડિઝાઇનને લઇને ટીમ સાથે વાત કરી શકે છે. જોકે તેમના લગ્ન વિશે ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સમાચારોનું માનીએ તો દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના પેરેંટ્સ પણ લગ્ન માટે રાજી છે અને એકદમ ખુશ પણ છે અને આ વર્ષના અંત સુધી બંને લગ્નના બંધનમાં બંધાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news