'કબીર સિંહે' રચ્યો વધુ એક ઈતિહાસ, આ રેકોર્ડને કર્યો પોતાના નામે

કમાણીના મામલામાં આ ફિલ્મએ અત્યાર સુદી ઘણા રેકોર્ડ બનાવવામાં સફળતા હાસિલ કરી છે. 
 

'કબીર સિંહે' રચ્યો વધુ એક ઈતિહાસ, આ રેકોર્ડને કર્યો પોતાના નામે

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર અને કિયારા અડવાણી આ દિવસોમાં બોક્સ ઓફિસ પર પોતાની ધાક જમાવી રહ્યાં છે. ફિલ્મ 'કબીર સિંહ' પોતાની સિરીઝના પ્રથમ દિવસથી મોટુ કલેક્શન કરી રહી છે. બોક્સ ઓફિસ ઈન્ડિયા અનુસાર 'કબીર સિંહે' બોક્સ ઓફિસ પર અત્યાર સુધી લગભગ 276.24 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે 'કબીર સિંહએ' વધુ એક ઈતિહાસ રચવામાં સફળતા હાસિલ કરી છે. કમાણીના મામલામાં આ ફિલ્મએ ઘણી ફિલ્મોને પાછળ છોડતા સફળતા હાસિલ કરી છે. 

બોક્સ ઓફિસની વાત કરીએ તો 'કબીર સિંહ' અત્યાર સુધી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ટોપ 10મા સામેલ થઈ ચુકી છે. કબીર સિંહે લગભગ 276.24 કરોડની કમાણી કરતા સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોના ટોપ-10 લિસ્ટમાં 9મા સ્થાને પહોંચી ગઈ છે. આ પહેલા 9મા સ્થાન પર 2013મા રિલીઝ થયેલી આમિર ખાનની ફિલ્મ ધૂમ 3નો કબજો હતો, જે હવે 10મા સ્થાન પર પહોંચી ચુકી છે. જો ફિલ્મની કમાણીની ગતિ આવી રહે છે તો આ ફિલ્મ 300 કરોડ રૂપિયાની કમાણી સુધી પહોંચી શકે છે. 

મહત્વનું છે કે કમાણીના મામલામાં આ ફિલ્મએ અત્યાર સુધી ઘણા રેકોર્ડ બનાવવામાં સફળતા હાસિલ કરી છે. અહીં સુધી કે 2019મા સૌથી વધુ કમાણી કનારી ટોપ 5 ફિલ્મોમાં 'કબીર સિંહ' નંબર એક પર પહોંચી ગઈ છે. 'કબીર સિંહ' સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની હિટ ફિલ્મ 'અર્જુન રેડ્ડી'ની હિન્દી રીમેક છે. તેલુગૂમાં આ ફિલ્મને સંદીપ વાંગા રેડ્ડીએ ડાયરેક્ટ કરી હતી અને તેની હિન્દી રીમેકને પણ તેમણે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણી સિવાય સોહમ મજૂમદાર, અર્જુન બાજવા, સુરેશ ઓબેરોય, કામિની કૌશલ અને નિકિતા દત્તા મહત્વની ભૂમિકામાં છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news