Kareena Kapoor ના આ માસ્કની કિંમત જાણીને તમે પણ ચોંકી ઉઠશો, કહ્યું- માસ્ક ફરજિયાત પહેરો

મુંબઇમાં (Mumbai) કોરોના વાયરસના આંકડા ખુબજ વધી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં જ રણબીર કપૂર (Ranbir Kapoor), આલિયા ભટ્ટ, પરેશ રાવલ (Paresh Raval), વિક્કી કૌશલ, કેટરિના કેફ (Katrina Kaif), ગોવિંદા, ભૂમિ પેડનેકર અને અક્ષય કુમાર સહિત ઘણા કલાકારો કોરોનાથી સંક્રમિત થયા છે

Kareena Kapoor ના આ માસ્કની કિંમત જાણીને તમે પણ ચોંકી ઉઠશો, કહ્યું- માસ્ક ફરજિયાત પહેરો

મુંબઇ: મુંબઇમાં (Mumbai) કોરોના વાયરસના આંકડા ખુબજ વધી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં જ રણબીર કપૂર (Ranbir Kapoor), આલિયા ભટ્ટ, પરેશ રાવલ (Paresh Raval), વિક્કી કૌશલ, કેટરિના કેફ (Katrina Kaif), ગોવિંદા, ભૂમિ પેડનેકર અને અક્ષય કુમાર સહિત ઘણા કલાકારો કોરોનાથી સંક્રમિત થયા છે. એવામાં ઇન્ડસ્ટ્રીની (Bollywood) અંદર પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટાર્સ ફેન્સને વિનંતી કરી રહ્યા છે કે, કોવિડના નિયમોનું યોગ્ય પાલન કરો. હાલમાં એક્ટ્રેસ કરીના કપૂર (Kareena Kapoor) ખાને પણ ફેન્સને એવી અપીલ કરી છે. પરંતુ આ દરમિયાન ચર્ચાનો વિષય બની ગયું છે તેનું માસ્ક, જેની કિંમત જાણીને તમે ચોંકી ઉઠશો.

સોશિયલ મીડિયા (Social Media) પર ખાસ એક્ટિવ રહેતી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફથી ફેન્સને રૂબરૂ કરાવતી રહે છે. એક્ટ્રેસે હાલમાં જ માસ્ક (Mask) પહેરીને પોતાની એક તસવીર શરે કરી છે. તસવીરમાં કરીનાએ કાળા રંગનું માસ્ક (Black Mask) પહેર્યું છે અને ફેન્સને પણ માસ્ક પહેરવા માટે કહ્યું છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, આ કોઇ પ્રોપોગેંડા નથી, કૃપા કરીને પોતાનું માસ્ક પહેરતા રહો.

તમને જણાવી દઇએ કે, તસવીરમાં કરીના કપૂરે જે કાળા રંગનું માસ્ક પહેર્યું છે તે એટલું સસ્તુ પણ નથી. માસ્ક પર સફેદ કલરનો LV સિમ્બોર પણ છે. આ માસ્ક એક સ્લિક પાઉચની સાથે મળે છે. આ બ્રાન્ડની વેબસાઇટ પર જો તમે જશો તો તમને જોવા મળશે આ માસ્કની કિંમત 355 ડોલર છે. ભારતીય કરન્સી પ્રમાણે આ માસ્કની કિંમત 25,994 રૂપિયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news