જો પદ્માવત રિલીઝ થશે તો ચિત્તોડગઢમાં 1800 મહિલાઓ કરશે જોહર: કરણી સેના

ફિલ્મ પદ્માવતની રિલીઝને સુપ્રીમ કોર્ટે આપી લીલીઝંડી, 25 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થશે

જો પદ્માવત રિલીઝ થશે તો ચિત્તોડગઢમાં 1800 મહિલાઓ કરશે જોહર: કરણી સેના

નવી દિલ્હી : સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' પર વિવાદ શાંત થવાનું નામ લઇ રહ્યો જ નથી. ફિલ્મના વિરોધમાં ફરી એકવાર રાજપૂત મહિલાઓ સામે આવી ગઇ છે. શ્રીરાજપૂત કરણી સેનાના પ્રમુખ મહિપાલ મકરાણાએ કહ્યું કે 24 જાન્યુઆરીએ રાજપૂત મહિલાઓ ચિત્તોગઢમાં જોહર કરશે. અત્યાર સુધી જોહર માટે 1826 મહિલાઓ રાજી થઇ છે. આ જોહર ફિલ્મના વિરોધમાં ચિત્તોડગઢની સર્વ સમાજ સમિતિ અને શ્રીરાજપૂત કરણી સેના કરાવશે. બીજી તરફ કરણી સેનાના લોકો દ્વારા સિનેમાઘરોમાં કરર્ફ્યૂં લગાવવાની ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે હાલમાં ફિલ્મ રિલીઝ થઇ ન શકે.   

સુપ્રીમ કોર્ટમાં થઇ સુનાવણી
'પદ્યાવત'ને સેંસર બોર્ડ દ્વારા આપવામાં આવેલા સર્ટિફિકેટને ગેરકાનૂની ગણાવનાર સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે. ન્યૂઝ એજન્સી એએનઆઇના અનુસાર આ અરજીને નકારી કાઢતાં ચીફ જસ્ટિસ ઓફ ઇંડિયા દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેંચે કહ્યું કે 'કોર્ટ, સંવિધાનના અનુસાર ચાલે છે અને અમે કાલે જ અમારા વચગાળાના ચૂકાદામાં કહી ચૂક્યા છીએ કે રાજ્ય સરકારોની પાસે કોઇપણ ફિલ્મની સ્ક્રીનિંગ રોકવાનો અધિકાર નથી.' આ અરજી વકીલ મનોહર લાલ શર્માએ દાખલ કરી હતી. તમને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે ગુરૂવારે પદ્યાવત ફિલ્મ પર મોટો ચૂકાદો સંભળાવ્યો હતો કોર્ટે ચારેય રાજ્યોમાં પદ્માવતના બેન પર રોક લગાવી હતી, તો, બીજી તરફ સુપ્રીમ કોર્ટના ફેંસલાનો વિરોધ કરતાં કરણી સેનાએ કહ્યું હતું કે તે ફિલ્મને રિલીઝ થવા દેશે નહી અને આ મામલો રાષ્ટ્રપતિ પાસે લઇ જશે. 

ચાર મોટા રાજ્યોએ લગાવ્યો હતો પ્રતિબંધ
પહેલા ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને મંગળવારને હરિયાણા દ્વારા સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' પર બેન લગાવ્યા બાદ ફિલ્મના પ્રોડ્યુસરોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. માટે પ્રોડ્યૂસરોએ સુપ્રીમ કોર્ટની શરણ લીધી. જ્યારે સેંસર બોર્ડે ફિલ્મને લીલી ઝંડી આપી દીધી છે અને ફિલ્મમાં ફેરફાર પણ કરી દીધા છે તો તેને રિલીઝ કરતાં કેમ રોકવામાં આવી રહી છે. આ ફિલ્મની રિલીઝ ડેટ 25 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે. આ ફિલ્મ હિંદીની સાથે તમિળ અને તેલૂગૂ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે. 'પદ્માવત' આઇમેક્સ થ્રીડીમાં રિલીઝ થનાર ભારતની પ્રથમ ફિલ્મ હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news