શ્રીદેવીના દીકરીએ આ હેન્ડસમ માટે શાહરૂખના દીકરા પર મારી દીધી ચોકડી

બોલિવૂડમાં હાલના દિવસોમાં સ્ટારકિડ્સની એન્ટ્રીનો સિલસિલો ચાલી રહ્યો છે. 2018માં શ્રીદેવીની મોટી દીકરી જાન્હવી અને સૈફ-અમૃતાની દીકરી સારા અલી ખાને બોલિવૂડમાં એન્ટ્રી લીધી છે. હવે શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર પણ બોલિવૂડમાં આગમનની તૈયારી કરી રહી છે

શ્રીદેવીના દીકરીએ આ હેન્ડસમ માટે શાહરૂખના દીકરા પર મારી દીધી ચોકડી

મુંબઈ : બોલિવૂડમાં હાલના દિવસોમાં સ્ટારકિડ્સની એન્ટ્રીનો સિલસિલો ચાલી રહ્યો છે. 2018માં શ્રીદેવીની મોટી દીકરી જાન્હવી અને સૈફ-અમૃતાની દીકરી સારા અલી ખાને બોલિવૂડમાં એન્ટ્રી લીધી છે. હવે શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર પણ બોલિવૂડમાં આગમનની તૈયારી કરી રહી છે. ખુશી બહુ જલ્દી સિલ્વર સ્ક્રિન પર એક્ટિંગ કરતી જોવા મળશે. ખુશી ફિલ્મોમાં જોવા મળશે એ વાતનો ખુલાસો કરણ જોહરે કર્યો છે. કરણ જોહર બહુ જલ્દી ખુશી કપૂરને લોન્ચ કરવાનો છે. કરણે આ ખુલાસો નેહા ધૂપિયાના ચેટ શો 'નો ફિલ્ટર નેહા'માં કર્યો હતો. કરણે આ શોમાં એક સવાલના જવાબમાં કહ્યું છે કે તેનો ઇરાદો 2019માં ખુશી કપૂર અને જાવેદ જાફરીના દીકરા મિઝાનને લોન્ચ કરવાનો છે. જોકે એ પહેલાં ચર્ચા હતી કે કરણ શ્રીદેવીની દીકરી ખુશી અને શાહરૂખ ખાનના દીકરા આર્યનને સાથે ચમકાવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. 

જોકે હાલમાં ખુશીએ એક ઇન્ટવ્યૂમાં આ તમામ ચર્ચાઓ પર પાણી ફેરવી દે એવો અભિગમ બતાવ્યો છે. હાલમાં ખુશી અને જહાન્વી એક ટોક શોમાં જોવા મળી. આ દરમિયાન બંનેએ એકબીજાની કેટલીક ખાસ બાબતો જણાવી અને પોતાના સિક્રેટ્સ પણ ખોલ્યા. શોની હોસ્ટ નેહા ધૂપિયાએ ખુશીને ત્રણ ઓપ્શન આપતા પૂછ્યું કે તે કોની સાથે બોલિવૂડ ડેબ્યૂ કરવા ઈચ્છશે, શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન, ચંકી પાંડેનો ભત્રીજા અહાન પાંડે અથવા તો પછી જાવેદ જાફરીનો દીકરો મિઝાન જાફરી સાથે? તો ખુશીએ અહાન પાંડેનું નામ આપ્યું હતું.

ખુશીએ કહ્યું, મેં આ ત્રણેયમાંથી માત્ર અહાનને જ એક્ટિંગ કરતા જોયો છે આથી મને લાગે છે કે આ ઓપ્શન સારું રહેશે. જાહ્નવી કપૂરનું આ સવાલ પર અલગ મંતવ્ય હતું. જાહ્નવીએ ખુશીના ડેબ્યૂ માટે મિઝાન જાફરીને કો-સ્ટાર તરીકે પસંદ કર્યો. જોકે પાછલા દિવસોમાં ચર્ચા ચાલી હતી કે ખુશી શાહરૂખના દીકરા આર્યન સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news