આ ટેણકી છે સૌથી વધારે ચર્ચામાં, માતા એક્ટ્રેસ તો પિતા છે અબજોપતિ ઉદ્યોગપતિ

ઇન્ટરનેટ પર તેમણે નાનકડી દીકરી અરીનની તસવીર શેયર કરી છે જેમાં તે જબરદસ્ત સ્ટાઇલિશ લાગી રહી છે. અરીનની આ તસવીરો ઇન્ટરનેટ પર વાઇરલ બની ગઈ છે

આ ટેણકી છે સૌથી વધારે ચર્ચામાં, માતા એક્ટ્રેસ તો પિતા છે અબજોપતિ ઉદ્યોગપતિ

મુંબઈ : બોલિવૂડમાં ગજની અને રેડી જેવી સફળ ફિલ્મો આપનાર એક્ટ્રેસ અસિને ઇન્ટરનેટ પર તેની નાનકડી દીકરી અરીનની તસવીર શેયર કરી છે જેમાં તે જબરદસ્ત સ્ટાઇલિશ લાગી રહી છે. અરીનની આ તસવીરો ઇન્ટરનેટ પર વાઇરલ બની ગઈ છે અને ચારે તરફ એની જ ચર્ચા છે. અસિને 2016માં માઇક્રોમેક્સના સ્થાપક રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા. 

બોલિવૂડ સ્ટાર અક્ષયકુમારે જ અસિન અને રાહુલની દોસ્તી કરાવી હતી. અક્ષય કુમાર રિયલ લાઇફમાં અસિનનો ખૂબ જ નજીકનો દોસ્ત છે. બંનેએ ‘ખિલાડી 786’ અને ‘હાઉસફુલ-2’માં સાથે કામ કર્યું હતું. અક્ષય કુમાર, સલમાન ખાન અને આમિર ખાન સાથે કામ કરી ચૂકેલી અસિન એક્ટિંગની દુનિયાથી દૂર થઈ ગઈ છે. પરંતુ, તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અનેક વખત પોતાના પરિવારના ફોટા પોસ્ટ કર્યા છે. 

અસિને એક ઇન્ટરવ્યૂમાં તેની લવસ્ટોરી જણાવી છે. અસિનના જણાવ્યા પ્રમાણે તેની અને રાહુલની લવ-સ્ટોરી અસિનની જ આમિર ખાન સ્ટારર ફિલ્મ ‘ગજની’ જેવી જ છે. ‘ખિલાડી 786’માં અસિનની સાથે કામ કરી ચૂકેલા અક્ષયકુમારે સૌપ્રથમ વાર અસિનની રાહુલ સાથે ઓળખાણ કરાવેલી. અસિન વિદેશ જતી હતી અને અક્ષય પણ ‘હાઉસફુલ 2’ના પ્રમોશન માટે જઈ રહ્યો હતો. ત્યારે આ ત્રણેય જણ મુંબઈના એક પ્રાઇવેટ એરર્પોટ પર વહેલી સવારે ભેગાં થઈ ગયાં. રાહુલ એ વખતે અક્ષયની સાથે જ હતો, પણ ત્યારે અસિનને તે કોણ છે એ પણ ખબર નહોતી. પછી અસિનને ખબર પડી કે અક્ષય જેમાં જઈ રહ્યો હતો એ ફ્લાઇટ જ એ માઇક્રોમેક્સના રાહુલ શર્માની હતી અને અક્ષય-રાહુલ બન્ને પાકા ભાઈબંધ છે. એ વખતે અક્ષયે અસિનને કહેલું કે તમે બન્ને એકસરખા જ ટેસ્ટ ધરાવો છો, તમે બન્ને એકબીજા માટે પર્ફેક્ટ છો. પાંચ વર્ષની કોર્ટશિપ પછી આ બંનેએ લગ્ન કરી લેવાનો નિર્ણય લીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news