કિશોર કુમાર, બોલિવુડના એવા સિંગર જેમણે વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સામે પંગો લીધો હતો
Trending Photos
નવી દિલ્હી :ગોલ્ડન એરાના બોલિવુડના ગીતોના દિવાનાઓ માટે અને કોઈ દૈવીય અવતારની જેમ કહેવાતા સિંગર, એક્ટર અને મલ્ટીટેલેન્ટેડ આર્ટિસ્ટ કિશોર કુમારનો જન્મ આજના દિવસે થયો હતો. શું તમે જાણો છો કે, બોલિવુડના ગીતોમાં નવા નવા પ્રયાગો કરનારા સદીના મહાન ગાયક કિશોર કુમારનું અસલી નામ શું હતું અને દેશના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સામે મોટો પંગો લઈ લીધો હતો. આજે તેમના જન્મદિવસ પર જાણીએ તેમના જીવન સાથે જોડાયેલા કેટલાક આવા કિસ્સાઓ વિશે...
મધ્યપ્રદેશના ખંડવામાં 4 ઓગસ્ટ 1929ના એક બંગાળી પરિવારમાં વકીલાત કરનારા એક એડવોકેટ કુંજી લાલ ગાંગુલીના ઘરે જ્યારે ત્રીજા અને સૌથી નાનકડા બાળકનો જન્મ થયો તો, તેનું નામ આભાસ કુમાર ગાંગુલી રાખવામાં આવ્યું હતું. આ જ આભાસ આગળ જઈને ભારતીય સિનેમા ઈન્ડસ્ટ્રીઝમાં મહાન ગાયક કિશોર કુમારના નામથી ઓળખવામાં આવ્યો.
કરિયરની શરૂઆત
વર્ષ 1969માં નિર્માતા નિર્દેશક શક્તિ સામંતની ફિલ્મ આરાધનાના કિશોર કુમાર સંગીતની દુનિયાના બેતાજ બાદશાહ બની ગયા. આ ફિલ્મમાં ‘મેરે સપનો કી રાની કબ આયેગી તુ’ અને ‘રૂપ તેરા મસ્તાના’ જેવા રોમેન્ટિક ગીતોને કિશોર કુમારને લોકોના દિલોના રાજા બનાવી દીધા. ‘રૂપ તેરા મસ્તાના’ માટે કિશોર કુમારને ગાયક તરીકે પહેલો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો.
ઈન્દિરા ગાંધીની સામે પડ્યા...
કહેવાય છે કે, કિશોર કુમારને ઈન્દિરા ગાંધીના પ્રોપેગેન્ડા સંભાળનાર વિદ્યા ચરણ શુક્લા તરફથી ફોન ગયો હતો. ફોન કરીને તેમણે કિશોર કુમારને ઓફર આપી હતી કે, ઈન્દિરા ગાંધીના ઈમરજન્સીના 20 સૂત્રોના પ્રોગ્રામ માટે બનાવેલ ગીતોને અવાજ આપે. કિશોર કુમારે પૂછ્યું કે, તેઓ આ ગીત માટે શું કામ ગાએ. ત્યારે ફોન કરનારાએ કહ્યું કે, સૂચના અને પ્રસારણ મંત્રી વીસી શુક્લાનો આદેશ છે. આદેશ સાંભળતા જ કિશોર કુમાર ભડકી ગયા હતા અને ફોન બોલ્યા કે, ‘ચલ ભાગ....’
જેના બાદ ઈન્દિરા ગાંધીએ કિશોર કુમારના ગીતો પર પ્રતિબંધ લગાવ્યો હતો. એટલું જ નહિ, કિશોર કુમારના ગીતોના ગ્રામોફોન રેકોર્ડસના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1987માં કિશોર કુમારે નિર્ણય લીધો કે, તેઓ ફિલ્મોમાંથી સંન્યાસ લીધા બાદ પોતાના ગામ ખંડવા પરત ફરી જશે. પરંતુ સમયને કંઈક બીજુ જ જોઈતુ હતું. 13 ઓક્ટોબર, 1987ના રોજ તેમને એટેક આવ્યો હતો અને દુનિયાને અલવિદા કરી હતી.
દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે