લતા મંગેશકરને 28 દિવસ બાદ હોસ્પિટલમાંથી મળી રજા, ટ્વીટ કરીને કહ્યું-'હું ઘરે આવી ગઈ'
લતા મંગેશકર 28 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યાં અને હવે તેમને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. તેઓ ઘરે આવી ગયા છે.
Trending Photos
નવી દિલ્હી: સ્વર કોકિલા લતા મંગેશકર (Lata Mangeshkar) ને ગત મહિને 11 નવેમ્બરના રોજ શ્વાસ લેવામાં મુશ્કેલી પડવાના કારણે મુંબઈ (Mumbai) ની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ સમગ્ર દેશ તેમના સારા સ્વાસ્થ્ય માટે કામના કરી રહ્યો હતો. પરંતુ હવે તેમના ચાહનારાઓની દુઆઓએ અસર કરવા માંડી છે. લતા મંગેશકર 28 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યાં અને હવે તેમને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. તેઓ ઘરે આવી ગયા છે.
नमस्कार.पिछले 28 दिनोंसे मैं ब्रीच कैंडी हॉस्पिटल में थी। मुझे न्यूमोनिया हुआ था.डॉक्टर चाहते थे की मैं पूरी तरह से ठीक हो जाऊँ फिर घर जाऊँ,आज मैं घर वापस आगयी हूँ. ईश्वर, माई बाबा के आशीर्वाद और आप सब के प्यार,प्रार्थनाओं से मैं अब ठीक हूँ.मैं आप सब की हृदयसे आभारी हूँ.
— Lata Mangeshkar (@mangeshkarlata) December 8, 2019
તેમણે પોતે થોડીવાર પહેલા જ ટ્વીટ કરીને પોતાના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, "નમસ્કાર, છેલ્લા 28 દિવસથી હું બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં હતી. મને ન્યુમોનિયા થયો હતો. ડોક્ટર ઈચ્છતા હતા કે મારું સ્વાસ્થ્ય સારું થાય પછી હું ઘરે જાઉ. આજે હું ઘરે પાછી આવી ગઈ છે. ઈશ્વર માઈ બાબાના આશીર્વાદ અને તમારા બધાનો પ્રેમ, પ્રાર્થનાથી હું હવે ઠીક છું. હું તમારા બધાની હ્રદયપૂર્વક આભારી છું."
मेरे ब्रीच कैंडी के डॉक्टर सच में फ़रिश्ते हैं, यहाँ का सभी कर्मचारी वर्ग भी बहुत अच्छा है.आप सब की मैं पुनः एक बार मन से आभारी हूँ. ये प्यार और आशीर्वाद ऐसे ही बना रहे।
— Lata Mangeshkar (@mangeshkarlata) December 8, 2019
ત્યારબાદ અન્ય એક ટ્વીટરમાં લખ્યું છે કે મારા બ્રિચ કેન્ડી હોસ્પિટલના ડોક્ટર ખરેખર ફરિશ્તા છે. અહીંના તમામ કર્મચારી વર્ગ પણ ખુબ સારા છે. તમારા બધાનો હું ફરીથી એકવાર મનથી આભાર માનું છું. આ પ્રેમ અને આશીર્વાદ આમ જ બની રહે. નોંધનીય છે કે ભારત રત્ન લતા મંગેશકર બ્રિચ કેન્ડી હોસ્પિટલમાંથી 28 દિવસ બાદ ડિસ્ચાર્જ થઈને બહાર આવ્યાં છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે 28 સપ્ટેમ્બર 1929ના રોજ જન્મેલા લતા મંગેશકરે 13 વર્ષની આયુથી જ વર્ષ 1943માં ગાવાનું શરૂ કરી દીધુ હતું. તેમણે પહેલું ગીત મરાઠી ફિલ્મ 'કિતી હસાલ' માટે ગાયું હતું. બોલિવૂડમાં તેમણે વસંત જોગલેકરની ફિલ્મ 'આપ કી સેવા મે'થી ગાયિકીમાં ડગ માંડ્યા હતાં. તેમનું પહેલું ગીત હતું 'પા લાગુ કર જોરી રે'.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે