Video : 3 મિનિટનું આ ભોજપુરી ગીત છે કરોડોની પસંદ, 'હટકે' અનુભવ જોઈતો હોય તો જ જોજો
ખેસારીલાલના આ હિટ ગીતને કરોડો લોકોએ જોઈ લીધું છે
Trending Photos
નવી દિલ્હી : ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય એક્ટર અને સિંગર ખેસારીલાલ યાદવના વીડિયો લોકોને બહુ પસંદ પડી રહ્યા છે. ખેસારીલાલે પોતાના ભોજપુરી ગીતોની મદદથી કરોડો લોકોને પોતાના ચાહક બનાવ્યા છે. આ વાતનું ઉદાહરણ છે તેનું લેટેસ્ટ સોંગ. ખેસારીલાલનું કરિયરનું સૌથી મોટું હિટ ગીત આવી ગયું છે. યુટ્યૂબ પર ખેસારીલાલના એક ગીત 'કાહે ખેસરિયા કે ભુલ ગેઇલુ'ને 47,228,333 કરતા વધારે વખત જોવા઼માં આવ્યું છે. 6 મહિના પહેલાં અપલોડ કરાયેલા આ ગીત પર આજે પણ લોકોની પ્રતિક્રિયા આવી રહી છે.
આ વીડિયોમાં ખેસારીલાલ સાથે પ્રિયંકા સિંહ છે. ગીતની આખી વાર્તામાં પ્રેમિકા પોતાના પ્રેમીને દગો આપીને બીજા સાથે લગ્ન કરી લે છે અને પછી પોતાના પોતાના પ્રેમીને મળવા આવે છે. પરિણીત પ્રેમિકાને પ્રેમી આ ગીત દ્વારા પોતાના દિલની સ્થિતિ જણાવે છે.
ખેસારીલાલ બહુ જલ્દી 65 કાસ્ટવાળી ભોજપુરીની સૌથી મોંઘી ફિલ્મ ‘દબંગ સરકાર’માં જોવા મળવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ લખનૌના લોકેશન પર આટોપી લેવાયું છે અને હાલમાં પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. ફિલ્મના ડિરેક્ટરનો દાવો છે કે આ ફિલ્મ લોકોમાં ભોજપુરી વિશે સકારાત્મક વિચાર લાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે