તાનાજીના વાવાઝોડામાં કબીર સિંહ પણ ઝપેટમાં, Box Office પર બનવા જઇ રહ્યો છે વધુ એક Record

Tanhaji The Unsang Warrior: તાનાજી ધ અનસંગ વોરિયર રિલીઝના 15મા દિવસે 200 કરોડની કમાઇ કરી લેનાર ફિલ્મ બની હતી. હવે આ ફિલ્મ બોલ્ક ઓફિસ પર વધુ એક રેકોર્ડ બનાવવા જઇ રહી છે. 

તાનાજીના વાવાઝોડામાં કબીર સિંહ પણ ઝપેટમાં, Box Office પર બનવા જઇ રહ્યો છે વધુ એક Record

નવી દિલ્હી : બોલીવુડના દિગ્ગજ  અભિનેતા અજય દેવગન (Ajay Devgan)ની ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયર (Tanhaji: The Unsung Warrior) નો જાદુ હજુ બોક્સ ઓફિસ પર જોવા મળી રહ્યો છે. રિલીઝના 15મા દિવસે તો આ ફિલ્મે 200 કરોડનો આંકડો પાર કરી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો. હવે તાનાજી વધુ એક રેકોર્ડ તરફ આગળ વધી રહી છે. બોક્સ ઓફિસ પર આગળ વધી રહેલ તાનાજી ફિલ્મના કમાણીના આંકડા જોઇએ તો એવું જણાય છે કે આગામી દિવસોમાં જ તે શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહનો રેકોર્ડ તોડી દેશે. 

બોક્સ ઓફિસ પર તાનાજીએ ઘણી બધી ફિલ્મોને માત આપી છે. તાનાજી આગળ ન તો દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક ચાલી શકી કે કંગના રનૌતની પંગા, સાથોસાથ વરૂણ ધવનની સ્ટ્રીટ ડાન્સર 3ડી, આદિત્ય રોય કપૂરની મલંગ અને સૈફ અલી ખાનની જવાની જાનેમન પણ આ ફિલ્મ આગળ કમાણીમાં નાની પડી છે. 

ફિલ્મ સમીક્ષક તરૂણ આદર્શે એક ટ્વિટ્ટ કરતાં કહ્યું કે, તાનાજી પોતાના 5મા સપ્તાહમાં બોક્સ ઓફિસ પર કમાણી કરવામાં સફળ થઇ છે. અત્યાર સુધી આ ફિલ્મ 266.88 કરોડ રૂપિયા કમાણી કરી છે. જ્યારે અત્યાર સુધી સારૂ પ્રદર્શન કરનાર ફિલ્મ કબીર સિંહની કમાણી 276.34 કરોડ રૂપિયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news