Video : જ્યારે બિગ બોસના ઘરમાં જસલીને બધાની સામે અનુપ જલોટાને કરી લીધી કિસ

ભજન સમ્રાટ ગણાતા અનુપ જલોટા અને તેમની પ્રેમિકા જસલીન મથારુની જોડી બિગબોસ સિઝન 12ના પહેલા દિવસથી જ સૌથી વધુ ચર્ચામાં રહી છે

Video : જ્યારે બિગ બોસના ઘરમાં જસલીને બધાની સામે અનુપ જલોટાને કરી લીધી કિસ

નવી દિલ્હી : ઈન્ડિયન ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના સૌથી વિવાદાસ્પદ રિયાલિટી ટીવી શો બિગ બોસ પોતાની 12મી સિઝન સાથે આવી ગયો છે. આ વખતે શોમાં કન્ટેસ્ટન્ટ્સ જોડીઓ અને સેલિબ્રિટીઝ તરીકે  ભાગ લઈ રહ્યાં છે. આ બધામાં ભજન સમ્રાટ ગણાતા અનૂપ જલોટા અને તેમની પ્રેમિકા જસલીન મથારુની જોડી પહેલા દિવસથી જ સૌથી વધુ ચર્ચામાં રહી છે.અત્યાર સુધી તમે બિગ બોસના ઘરમાં લવ બર્ડ્સની ચોરી છૂપે કિસ કરતા જોયા કે સાંભળ્યા હશે. પરંતુ આવનારા એપિસોડમાં જસલીન ઘરવાળા લોકોની ઉપસ્થિતિમાં સૌથી સામે પોતાના જોડીદાર ભજન સમ્રાટને કિસ કરતી જોવા મળશે.

બિગ બોસ 12ના નવા પ્રોમોમાં તેની ઝલક જોઈ શકાય છે. જાહેર કરાયેલા પ્રોમોમાં જોઈ શકાય છે કે જસલીન અનુપ પાસે જાય છે અને કહે છે કે તે જે પણ કરશે તેનું તેમણે પાલન કરવું પડશે અને હટવાનું નથી. અનુપ હંમેશાની જેમ જસલીનની વાત માને છે અને જસલીન પહેલા તેમના માથા પર કિસ કરે છે પછી અનુપને ગાલ પર કિસ કરે છે. અનુપ થોડા શરમાય છે અને આ બધુ જોઈને ઘરના સદસ્યો હેરાન રહી જાય છે.

A post shared by Colors TV (@colorstv) on

નોંધનીય છે કે જસલીન અને અનૂપ જલોટાના સંબંધને લઈને નારાજગી વ્યક્ત કરી ચૂકેલા જસલીનના પિતા કેસર મથારુ પોતે જસલીન માટે બે એડલ્ટ ફિલ્મ બનાવી ચૂક્યા છે. આ બંને ફિલ્મોના નામ ધ ડર્ટી રિલેશન (2013) અને ધ ડર્ટી બોસ(2016) છે. આ બંને ફિલ્મોનું લેખને અને ડાઈરેક્શન કેસર મથારુએ કર્યું છે. બંને ફિલ્મોમાં જસલીન ખુબ બોલ્ડ અને સિઝલિંગ અવતારમાં છે. અત્રે જણાવવાનું કે ધ ડર્ટી બોસમાં જસલીનની સામે બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરનો ભાઈ રાજુ ખેર છે. ફિલ્મની વાર્તા લગ્નેતર સંબંધો પર આધારિત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news