આવી ગયું છે કાર્તિક અને કૃતિની 'લુકા છિપી'નું ટ્રેલર, જોવા કરો ક્લિક...

કાર્તિક આર્યન અને કૃતિ સેનન આગામી ફિલ્મ 'લુકા છિપી'માં એકસાથે જોવા મળશે

આવી ગયું છે કાર્તિક અને કૃતિની 'લુકા છિપી'નું ટ્રેલર, જોવા કરો ક્લિક...

મુંબઈ : હાલમાં કાર્તિક આર્યન અને કૃતિ સેનનની આગામી ફિલ્મ 'લુકા છિપી'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં બંને એકસાથે જોવા મળશે. આ ફિલ્મને દિનેશ વિઝને પ્રોડ્યુસ કરી છે જ્યારે ફેમસ સિનેમેટોગ્રાફર લક્ષ્મણ ઉટેકરે  ડિરેક્ટરની જવાબદારી નિભાવી છે. "ઇંગ્લિશ વિંગ્લિશ", "ડિયર જિંદગી", "હિન્દી મિડિયમ" અને "102 નોટ આઉટ" જેવી ફિલ્મોમાં ફોટોગ્રાફી નિર્દેશક તરીકે કામ કરી ચૂકેલા લક્ષ્મણ ફિલ્મ "લુકા છિપી"થી બોલિવૂડ નિર્દેશકમાં ડેબ્યુ કરી રહ્યા છે. આ તેમની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ છે.  

ફિલ્મ "લુકા છિપી"માં કાર્તિક મથુરાની એક લોકલ ટીવી ચેનલમાં સ્ટાર રિપોર્ટરની ભૂમિકામાં તમને જોવા મળશે. કૃતિ ફિલ્મમાં મથુરાની એક છોકરી તરીકેની ભૂમિકામાં જોવા મળશે. જે વધુ અભ્યાસ માટે દિલ્હી જાય છે અને પછી ફરી મથુરા આવે છે. "લુકા છિપી"એક નાના શહેરની લવ સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મની કહાની મથુરા, આગ્રા અને ગ્વાલિયરની આસપાસ ફરે છે. દિનેશ વિઝન ફિલ્મ "કૉકટેલ" અને "હિન્દી મિડિયમ"ને પ્રોડ્યુસ કરી ચૂક્યા છે. તેમની ફિલ્મ "લુકા છિપી" આવતા વર્ષે 1 માર્ચના દિવસે રિલીઝ થશે.

નોંધનીય છે કે 1 માર્ચે સુશાંત સિંહ રાજપૂત, મનોજ બાજપેયી અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ‘સોનચિડીયા’ પણ રિલીઝ થવા જઈ રહી છે. બોક્સ ઓફિસ પર બંને ફિલ્મની ટક્કર જોવા મળશે. અભિષેક ચૌબેના નિર્દેશન બનેલી ફિલ્મ સોનચિડીયા પહેલા 1 લી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી પરંતુ હવે તેની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news