...જ્યારે ડિરેક્ટરે એક્ટ્રેસને કહ્યું કે તને નાઇટીમાં જોવી છે
છેલ્લા કેટલાક દિવસથી બોલિવૂડ અને કાસ્ટિંગ કાઉચને સાંકળતા નવા-નવા નિવેદનો આવી રહ્યા છે
Trending Photos
મુંબઈ : છેલ્લા કેટલાક દિવસથી બોલિવૂડ અને કાસ્ટિંગ કાઉચને સાંકળતા નવા-નવા નિવેદનો આવી રહ્યા છે ત્યારે હવે અભિનેત્રી માહી ગિલે પણ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. માહી ગિલે જણાવ્યું કે, એક ડિરેક્ટરે તેને કહ્યું હતું તેને નાઈટીમાં જોવા માંગે છે. માહી ગિલે જણાવ્યું કે, મારી સાથે પણ આવું થયું છે. મને ડાયરેક્ટરનું નામ યાદ નથી. પોતાનો અનુભવ જણાવતા માહિએ કહ્યું હતું કે એક વખત હું જ્યારે ડિરેક્ટરને મળી ત્યારે મેં સલવાર સુટ પહેર્યો હતો એ સમયે તેમણે કમેન્ટ કરી હતી કે જો તું સૂટ પહેરીને આવશે તો તને ફિલ્મમાં કોઈ કાસ્ટ નહીં કરે. બીજા એક ડિરેક્ટરે કહ્યું હતું કે હું જોવા માંગું છું કે તું નાઈટીમાં કેવી લાગે છે. આપણી આસપાસ દરેક જગ્યાએ આવા બેવકુફ લોકો છે.
માહીએ જણાવ્યું કે એક તબક્કે હું હતાશ થઈને ખરેખર તેઓની વાતો પર વિશ્વાસ કરવા લાગી હતી કે સૂટ પહેરવાથી રોલ નહીં મળે. ઈન્ડસ્ટ્રીમાં સારા લોકોનું મળવું મુશ્કેલ છે. કાસ્ટિંગ કાઉચથી બચવા માટે હું અલગ અલગ અખતરા અપનાવી ત્યાંથી ભાગી જતી હતી. એક સમય એવો પણ આવ્યો કે જ્યારે લોકોને તેની ઓફિસમાં મળવા જવાનું બંધ કરી દીધું હતું.
કાસ્ટિંગ કાઉચ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક ઊંડુ કાળું સત્ય છે, જેના પર ભલે બહુ ઓછા લોકો વાત કરે છે પરંતુ કાસ્ટિંગ કાઉચ થાય છે તે બધા સ્વીકારે છે. પરંતુ બોલિવૂડના આ કાળા સત્યનો કોરિયોગ્રાફર સરોજ ખાને ખુબ જ અટપટા ઢંગથી બચાવ કર્યો છે. સરોજ ખાનનું કહેવું છે કે કાસ્ટિંગ કાઉચ એ યુવતીની મરજીથી થાય છે. સરોજ ખાનનું તો એમ પણ કહેવું છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થતા કાસ્ટિંગ કાઉચ(શારીરિક શોષણ)ના બદલે યુવતીઓને કામ મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે