IPL 2018 : દિલ્હીએ રાજસ્થાનને ચાર રનથી આપી હાર
ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે રાજસ્થાનને 12 ઓવરમાં 151 રન બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો
Trending Photos
નવી દિલ્હી : આઇપીએલ મેચની સિરિઝમાં બુધવારે નવી દિલ્હી ખાતે ફિરોઝશાહ કોટલા મેદાનમાં દિલ્હી અને રાજસ્થાન વચ્ચે મેચ રમાઈ હતી જેમાં દિલ્હીએ રાજસ્થાનને ચાર રને હરાવી દીધુ છે. ઋષભ પંત અને કેપ્ટન શ્રેયસ ઐયરની અર્ધસદીની મદદથી દિલ્હીએ રાજસ્થાન વિરૂદ્ધ છ વિકેટે 196 રન ફટકાર્યા હતા. વરસાદને કારણે પ્રભાવિત થયેલી આ 18 ઓવરની મેચમાં દિલ્હીના દાવ વખતે 17.1 ઓવર થઈ હતી ત્યારે વરસાદને કારણે ઇનિંગ સમેટવી પડી હતી. ડકવર્થ લુઇસના નિયમ પ્રમાણે રાજસ્થાનને 12 ઓવરમાં 151 રન બનાવવાનું લક્ષ્ય આપવામાં આવ્યું હતું.
દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. ઇનિંગની પ્રથમ ઓવરના ચોથા બોલ પર રાજસ્થાનના બોલર ધવલ કુલકર્ણીએ દિલ્હીના બેટ્સમેન કોલિન મુનરોને પેવેલિયન ભેગો કર્યો હતો. મુનરો શૂન્ય રન પર આઉટ થયો હતો. આ અગાઉ રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
અત્યાર સુધી રાજસ્થાને 8 મેચમાં 3 વિજય મેળવ્યા છે જ્યારે દિલ્હી 9 મેચમાંથી ફક્ત 3 મેચમાં જીત મેળવવામાં શફળ થયું છે. દિલ્હીએ પ્લેઓફની રેસમાં ટકી રહેવા કોઈપણ ભોગે જીતવું પડે એમ હતું અને એણે જીતીને હાલ પુરતી બાજી સંભાળી લીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે