Malang Song: ફિર ના મિલે કભી... રિલીઝ થતાં છવાઇ ગયું, મળ્યા લાખો વ્યૂઝ... જુઓ VIDEO

Malang Song: દિશા પટની (Disha Patani) અને આદિત્ય રોય કપૂરની (Aditya Roy Kapur) આગામી ફિલ્મ મલંગ (Malang) નું નવી ગીત ફિર ના મિલે કભી  (Fir na Milen Kabhi) રિલીઝ થયું છે. રિલીઝ થતાં આ ગીત સોશિયલ મીડિયા (Social Media) પર છવાઇ ગયું છે. જુઓ VIDEO

Malang Song: ફિર ના મિલે કભી... રિલીઝ થતાં છવાઇ ગયું, મળ્યા લાખો વ્યૂઝ... જુઓ VIDEO

નવી દિલ્હી : બોલીવુડ અભિનેત્રી દિશા પટની અને આદિત્ય રોય કપૂરની આગામી ફિલ્મ મલંગ જલ્દી રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મના અત્યાર સુધી રિલીઝ કરાયેલા ગીત દર્શકોને ઘણા પસંદ આવ્યા છે. આ સંજોગોમાં હાલમાં જ વધુ એક જબરજસ્ત ગીત રિલીઝ કરાયું છે. ફિર ના મિલે કભી... ગીત રિલીઝ થતાંની સાથે સોશિયલ મીડિયા પર છવાઇ ગયું છે. લોકો આ ગીતને ઘણું પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી લાખો વ્યૂઝ મળી રહ્યા છે. 

બોલીવુડ ફિલ્મ મલંગના આ ગીતના વીડિયોમાં દિશા પટની અને આદિત્ય રોય કપૂર રોમેન્ટિક અંદાજમાં દેખાય છે. આ ગીત બંનેની જુદાઇ પર છે. જેનું કારણ હ્રદયસ્પર્શી હોય એવું લાગી રહ્યું છે. આ ગીતને સિંગર અંકિત તિવારીએ ગાયું છે. જુઓ ગીતનો વીડિયો...

આ ગીતને પ્રિન્સ દુબેએ શબ્દો આપ્યા છે. કંઠની સાથે સંગીત પણ અંકિત તિવારીએ આપ્યો છે. આ ગીતનો વીડિયો જોઇ તમે પણ આ ફિલ્મના રિલીઝને લઇને ઉત્સુક થઇ ઉઠશો. મલંગના આ ગીતમાં બેકગ્રાઉન્ડ ગોવા બેઇઝ્ડ છે. આ ગીતને અત્યાર સુધી 74 લાખથી વધુ લોકોએ જોયું છે. 

7 ફેબ્રુઆરી 2020 ના દિવસે રિલીઝ થનાર આ ફિલ્મ મલંગ મોરેશિયસ, ગોવા અને મુંબઇના કેટલાક વિસ્તારોમાં શૂટ કરાઇ છે. ફિલ્મનું ટ્રેલર જબરજસ્ત સસ્પેન્સ અને લવ કેમેસ્ટ્રી બતાવી જાય છે. ફિલ્મના ડાયરેક્ટર મોહિત સૂરી છે. આ ફિલ્મનું નિર્માણ ટી સીરીઝના ભૂષણકુમાર, કૃષ્ણકુમાર, લવ ફિલ્મ્સના લવ રંજન, અંકુર ગર્ગ અને નોર્દેન લાઇટ્સ એન્ટરટેઇન્મેન્ટના જે શેવક્રમણી દ્વારા કરાયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news