Avengers Endgame Trailer: એવેન્જર્સ ધરતીને બચાવવા ફરી આવી રહ્યા છે...આખરી મુકાબલો

કેપ્ટન માર્વલની ભારે સફળતા બાદ માર્વલ સ્ટુડિયાઓ મારફતે ધરતીને બચાવવા ફરી એકવાર એવેન્જર્સ પરત આવી રહ્યા છે. જોકે એવેન્જર્સ શોખિનો માટે આ દુ:ખદ સમાચાર હશે કે એવેન્જર્સ સિરીઝનો આ આખરી મુકાબલો હશે.

Avengers Endgame Trailer: એવેન્જર્સ ધરતીને બચાવવા ફરી આવી રહ્યા છે...આખરી મુકાબલો

નવી દિલ્હી: માર્વલ સ્ટૂડિયોની સિરીઝ એવેન્જર્સની આખરી ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમ' ની રિલીઝ ડેટ જાહેર થઇ છે. આ ફિલ્મ આગામી 26 એપ્રિલે રિલીઝ થશે. એવેન્જર્સ: એન્ડગેમનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર જોઇ એવું લાગી રહ્યું છે કે એવેન્જર્સ સિરીઝની આ આખરી ફિલ્મ હોઇ શકે છે. માર્વલ સ્ટૂડિયોએ આ ફિલ્મમાં પોતાના તમામ સુપરહિરોને આ આખરી જંગમાં સમાવ્યા છે. કેપ્ટન માર્વલની સફળતા બાદ માર્વલ સ્ટૂડિયોની આ ફિલ્મ દુનિયા પર છવાઇ જવા માટે તૈયાર છે. અહીં તમને જણાવીએ કે આ ફિલ્મ એવેન્જર્સ એન્ડ ગેમ એપ્રિલ માસમાં રિલીઝ થશે અને એ પહેલા આ ફિલ્મના સહ નિર્દેશક રૂસો એપ્રિલ માસમાં ભારત આવનાર છે.

— taran adarsh (@taran_adarsh) March 14, 2019

ટ્રેડ એનાલિસ્ટ કરૂણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ ફિલ્મનું નવું પોસ્ટર અને ટ્રેલર શેયર કરતાં ફિલ્મની રિલીઝ ડેટનો પણ ખુલાસો કર્યો છે. તમને જણાવીએ કે એવેન્જર્સ એન્ડ ગેમ માં તમામ એવેન્જર્સને ફરી એકવાર દુનિયાને બચાવવા માટે એક સાથે લાવવામાં આવ્યા છે.

એક્ટર્સ રોબર્ટ ડોની જૂનિયર, ક્રિસ હેમ્સવર્થ, ક્રિસ ઇવાન્સ અને સ્કારલેટ જોહાન્સન આ ફિલ્મમાં ફરી દેખાશે. ભારતમાં 26 એપ્રિલે આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે. એવેન્જર્સ એન્ડ ગેમ અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં સિનેમાઘરોમાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news