જાહેર થયા 66મા રાષ્ટ્રીય પુરસ્કાર : બે ગુજરાતી ફિલ્મોએ મારી બાજી

બેસ્ટ હિન્દી ફિલ્મનો અવોર્ડ મેળવનાર ફિલ્મ અંધાધુનમાં આયુષ્યમાન ખુરાના અને તબ્બુએ કામ કર્યું છે

જાહેર થયા 66મા રાષ્ટ્રીય પુરસ્કાર : બે ગુજરાતી ફિલ્મોએ મારી બાજી

નવી દિલ્હી : હાલમાં 66મા નેશનલ ફિલ્મ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે આયુષ્યમાન ખુરાનાની અંધાધુનને બેસ્ટ હિન્દી ફિલ્મનો અવોર્ડ આપવામાં આવ્યો છે. આ સાથે જ ઉત્તરાખંડની ફિલ્મ ફ્રેન્ડલી રાજ્યને પણ પુરસ્કાર આપવામાં આવ્યો છે. શાસ્ત્રીભવનમાં પીઆઇબીએ આ અવોર્ડની જાહેરાત કરી છે. આ વિજેતાઓમાં બે ગુજરાતી ફિલ્મ રેવા અને હેલ્લારોને પણ સમાવેશ થાય છે. રેવાને બેસ્ટ ગુજરાતી ફિલ્મની કેટેગરીમાં તેમજ હેલ્લારોને બેસ્ટ ફિચર ફિલ્મની કેટેગરીમાં અવોર્ડ મળ્યો છે. 

Award for Best Feature Film goes to Hellaro(Gujarati) pic.twitter.com/Xrh02lG4In

— PIB India (@PIB_India) August 9, 2019

વિજેતાઓની યાદી

  • બેસ્ટ ફિચર ફિલ્મ : હેલ્લારો (ગુજરાતી)
  • બેસ્ટ એક્ટ્રેસ - કીર્તિ સુરેશ (મહંતી, તેલુગુ)
  • બેસ્ટ એક્ટર - આયુષ્યમાન ખુરાના (અંધાધુન), વિક્કી કૌશલ (ઉરી)
  • બેસ્ટ ગુજરાતી ફિલ્મ : રેવા
  • બેસ્ટ મેઇલ સિંગર : પદ્માવત માટે અરિજિત સિંહ 
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટર : બધાઇ હો માટે સુરેખા સિકરી 
  • બેસ્ટ કોરિયોગ્રાફી અવોર્ડ- પદ્માવતનું ઘુમર સોંગ 
  • બેસ્ટ મ્યુઝિકલ ડિરેક્ટર- સંજય લીલા ભણસાલી 
  • બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક - ઉરી
  • બેસ્ટ એડિટિંગ ફિલ્મ - નાથીચરામી
  • બેસ્ટ ઓડિયોગ્રાફી ફિલ્મ - ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક
  • બેસ્ટ સિનેમેટોગ્રાફી - ઓલુ
  • બેસ્ટ મરાઠી ફિલ્મ - ભોંગા
  • બેસ્ટ ઉર્દુ ફિલ્મ - હામીદ
  • બેસ્ટ તેલુગુ ફિલ્મ : MAHANATI
  • બેસ્ટ કન્નડ ફિલ્મ : NATHICHARAMI
  • બેસ્ટ પંજાબી ફિલ્મ : હરજીતા
  • બેસ્ટ એક્શન ફિલ્મ : કેજીએફ (કન્નડ)

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news