આયુષ્યમાનની ફિલ્મ જોવી ગમતી હોય તો તમને ગમશે આ ખાસ સમાચાર 


બોલિવૂડની અભિનેત્રી હેમામાલિની ડ્રીમગર્લ તરીકે જાણીતી છે

આયુષ્યમાનની ફિલ્મ જોવી ગમતી હોય તો તમને ગમશે આ ખાસ સમાચાર 

મુંબઈ : બોલિવૂડની અભિનેત્રી હેમામાલિની ડ્રીમગર્લ તરીકે જાણીતી છે. જોકે હવે બોલિવૂડને નવી ડ્રીમ ગર્લ મળે એવી શક્યતા છે. મળતી માહિતી પ્રમાણે આયુષ્માન ખુરાના હવે ડ્રીમગર્લ બનવા જઈ રહ્યો છે. આયુષ્માન ખુરાનાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કરીને જાતે જ એનાઉન્સમેન્ટ કરી છે. 

આ વીડિયોમાં આયુષ્માન ખુરાના પોતાના ફ્રેન્ડઝ સાથે નવો સ્ટોરી આઈડિયા વિચારી રહ્યા છે. પરંતુ તેમની આસપાસના તમામ લોકો તેમને એ જ જૂના સ્ટોરી આઈડિયાઝ સજેસ્ટ કરી રહ્યા છે. આખરે આયુષ્માનના ઘરમાં કામ કરતો વ્યક્તિ એક સ્ક્રીપ્ટ આપે છે. અને આ સ્ક્રીપ્ટ આયુષ્માનને પસંદ પડી જાય છે. 

આ ફિલ્મ એકતા કપૂરે તૈયાર કરી છે. આ ફિલ્મ સાથે આયુષ્માન પ્રથમ વખત નુસરત ભરુચા સાથે જોવા મળશે. આ કલાકારે ફિલ્મ પ્યાર કા પંચનામા અને સોનુ કે ટીટુ કી સ્વિટીમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં જાણીતા લેખક રાજ શાંડિલ્ય પણ જોવા મળશે, જેને કોમેડી અને ગેંગ્સના લેખક માનવામાં આવે છે. પોતાના રોલ અંગે થોડું સિક્રેટ રાખતા આયુષ્માને કહ્યું કે, આ ફિલ્મમાં તે પોતાના અવાજ સાથે એક્સપરિમેન્ટ કરવાનો છે. જેને સાંભળીને લોકો ચોંકી જશે. ફિલ્મ મેરઠ સિટીથી શરૂ થાય છે. આ ફિલ્મની જાહેરાત સાથે એક વિડીયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. જે ખૂબ મજેદાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news