Alia Bhatt એ પુત્રીના જન્મ બાદ શેર કર્યો પ્રથમ ફોટો, ક્યૂટ ફોટોએ જીત્યું ફેન્સનું દિલ

Alia Bhatt Latest Photo: બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) એ 6 નવેમ્બરના રોજ એક ક્યૂટ બેબીને જન્મ આપ્યો છે. તો બીજી તરફ માતા બન્યા બાદઅ આલિયા (Alia Bhatt) એ આજે ઇંસ્ટાગ્રામ પરથી પ્રથમ ફોટો ફેન્સ સાથે શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. 

Alia Bhatt એ પુત્રીના જન્મ બાદ શેર કર્યો પ્રથમ ફોટો, ક્યૂટ ફોટોએ જીત્યું ફેન્સનું દિલ

Alia Bhatt first pic after delivery: બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) 6 નવેમ્બરના રોજ એક સુંદર બાળકીના માતા-પિતા બન્યા છે. બાળકીના જન્મ બાદ કપૂર પરિવારમાં ખુશીની લહેર દોડી ગઇ છે. હવે ફેન્સ આલિયા અને રણબીરની પુત્રી પ્રથમ ઝલક જોવા માટે આતુર બની રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો પોતાની ખુશી વ્યક્ત કરવા માટે સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે. તો બીજી તરફ માતા બન્યા બાદ આજે મંગળવારે પહેલીવાર આલિયા ભટ્ટે પોતાના ઇંસ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેને તેમના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. 

આલિયાએ શેર કર્યો ફોટો
જોકે આલિયા ભટ્ટે પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે જે એક બ્લર ફોટો છે. ફોટામાં તમે જોઇ શકો છો કે આલિયાના હાથમાં એક કોફી મગ છે અને તે કેમેરાની સામે તેને ફોકસ કરી રહી છે. ફોટામાં આલિયા ધૂંધળી દેખાઇ રહી છે. જોકે એ સ્પષ્ટ જોઇ શકાય છે કે અભિનેત્રીના ઓરેંજ કલરના કપ પર વ્હાઇટ કલરથી 'mama' લખેલું છે. તો બીજી તરફ ધૂંધળા ફોટામાં આલિયા ભટ્ટ બ્રાઉન કલરની લૂઝ ટી શર્ટ પહેરેલી જોવા મળી રહી છે. 

માતા બન્યા બાદ શેર કરી પ્રથમ તસવીર
તમને જણાવી દઇએ કે આલિયા ભટ્ટે માતા બન્યા બાદ ઇંસ્ટાગ્રામ પર આ પહેલી તસવીર શેર કરી છે જેને પોસ્ટ કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું 'it me'.હવે સોશિયલ મીડિયા પર આલિયાની આ તસવીર ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. તમને જણાવી દઇએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ વર્ષે એપ્રિલમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. ત્યારબાદ 27 જૂને અભિનેત્રીએ પોતે માતા બનવાના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. હવે બંનેના ઘરે એક લિટલ પ્રિંસેસ આવી ગઇ છે જેને લઇને આખો પરિવાર એકદમ ખુશ છે. 

આ ફિલ્મોમાં જોવા મળશે
તમને જણાવી દઇએ કે આલિયા ભટ્ટની આગામી ફિલ્મોની વાત કરીએ તો હવે અભિનેત્રી કરણ જોહરની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માં રણબીર સિંહ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં જયા બચ્ચન, ધમેન્દ્ર, પ્રીતિ જિંટા અને શબાના આઝમી પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત આલિયાની પહેલી હોલીવુડ મૂવી 'હાર્ટ ઓફ સ્ટોન' પણ આગામી વર્ષે રિલીઝ માટે તૈયાર છે. 

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news