VIDEO : રિલીઝ થયું 'બાટલા હાઉસ'નું ગીત, નોરાની અદાઓએ લગાવી આગ

'દિલબર' પછી ફરી નોરાના ગીતની ચારે તરફ ચર્ચા છે

VIDEO : રિલીઝ થયું 'બાટલા હાઉસ'નું ગીત, નોરાની અદાઓએ લગાવી આગ

મુંબઈ : બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમની ફિલ્મ 'બાટલા હાઉસ'નું ગીત 'ઓ સાકી સાકી' રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ગીતમાં 'દિલબર ગર્લ' નોરા ફતેહી જબરજસ્ત બેલી ડાન્સ કરતી જોવા મળે છે. આ પહેલાં 12 જુલાઈના રોજ ગીતનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું અને તેને ઘણો જ સારો રિસ્પોન્સ મળ્યો હતો.

સોંગનું ટીઝર રિલીઝ થયા બાદ કોએના મિત્રએ ટ્વીટ દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. એક્ટ્રેસે ટ્વીટ કર્યુ હતુકે, ‘મુસાફિર’ ફિલ્મના મારા સોંગને રિક્રિએટ કરવામાં આવી રહ્યુ છે. સુનિધિ-સુખવિંદરના અવાજ, વિશાલ શેખરનું સંગીત આ સોંગમાં શાનદાર હતુ. પરંતુ મને તેનું નવું વર્ઝન બિલકુલ પસંદ આવ્યુ નથી. તે બિલકુલ સારું નથી. મારા ગીતે ઘણા બ્લૉકબસ્ટર રેકોર્ડ તોડ્યા હતા. આખરે કેમ બાટલા હાઉસમાં આ સોંગને લેવામાં આવ્યુ? જોકે, કોએનાએ નોરાના વખાણ કર્યા હતા. કોએનાએ લખ્યુ, નોરા શાનદાર છે. આશા છેકે, તે અમારું ગૌરવ જાળવશે. બાટલા હાઉસમાં આ ગીતને તનિષ્ક બાગચીએ રિક્રિએટ કર્યું છે અને તુલસી કુમાર તથા નેહા કક્કડે એને ગાયું છે. 

હાલમાં જ ફિલ્મનું ટ્રેલર પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ લીડ રોલમાં નજર આવશે. દિલ્હીમાં 2008માં થયેલા એનકાઉન્ટરમાં બે આતંકીઓને પોલીસે ઠાર કર્યા હતા. આ ફિલ્મ તેના પર જ આધારિત છે. ફિલ્મમાં જોન એક મુસ્લિમ પોલીસ ઓફિસરના રોલમાં છે. આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ જ દિવસે અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ અને પ્રભાસની સાહો પણ રિલીઝ થઈ રહી છે અને આના કારણએ ફિલ્મ સામે મોટો પડકાર ઉભો થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news