Mumma Ki Parchai Song : રિલીઝ થયું 'હેલિકોપ્ટર ઇલા'નું પહેલું ગીત, જોવા મળ્યો કાજોલનો 'મમ્મી' અંદાજ

7 સપ્ટેમ્બર, 2018ના દિવસે થિયેટર્સમાં આ ફિલ્મ રિલીઝ થશે

Mumma Ki Parchai Song : રિલીઝ થયું 'હેલિકોપ્ટર ઇલા'નું પહેલું ગીત, જોવા મળ્યો કાજોલનો 'મમ્મી' અંદાજ

મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી કાજોલના જન્મદિવસના ખાસ પ્રસંગે તેની આગામી ફિલ્મ ‘હેલિકોપ્ટર ઇલા’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં કાજોલે સિંગલ મધરનો રોલ ભજવ્યો છે અને રિદ્દી સેન એનો દીકરો બન્યો છે. ફિલ્મના ટ્રેલરને 10 મિલિયનથી વધારે લોકોએ જોઈ લીધું છે.  હાલમાં ફિલ્મના નિર્માતાઓએ 'મમ્મા કી પરછાઈ'ને રિલીઝ કરી દીધું છે. આ ધમાકેદાર ગીતને અમિત ત્રિવેદીએ કંપોઝ કર્યું છે અને એને રોનિત સરકારે ગાયું છે. 

આ ફિલ્મ અજય દેવગણ અને ધવન જયંતીલાલ ગડા દ્વારા બનાવવામાં આવી છે અને એનું ડિરેક્શન કર્યું છે પ્રદીપ સરકારે. હેલિકોપ્ટર ઇલા  7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઇ રહી છે. વર્ષ 2015માં આવેલી ‘દિલવાલે’ પછી કાજોલ ફિલ્મી પડદેથી ગાયબ હતી. કાજોલના ફેન્સ આતુરતાથી તેની નેક્સ્ટ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મમાં કાજોલ ઉપરાંત નેહા ધૂપિયા પણ જોવા મળશે.

આનંદ ગાંધીના ગુજરાતી પ્લે ‘બેટા કાગડો’ પર બની આ ફિલ્મ એક સિંગલ મધર ઇલા પર આઘારિત છે. ફિલ્મના ટ્રેલરમાં કાજોલ પોતાના પુત્ર સાથે સંપૂર્ણ જીવન જીવ્યા હોવાનું જણાય છે. જોકે પુત્ર મોટો થઇ જાય છે અને એ પછી પુત્રને તેની માતાના પ્રેમને કારણે અકળાણ થવા લાગે છે. આ ફિલ્મને ‘શિપ ઓફ થિસિસ’ના આનંદ ગાંધીએ લખી છે. ‘હેલિકોપ્ટર ઇલા’ની ટક્કર સાજિદ અલીની ફિલ્મ ‘લૈલા મજનૂ’ અને ‘પલટન’ સાથે થવાની છે જેના પગલે ફિલ્મના શોખીનોને મજા પડી જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news