Kedarnath Teaser : સારા લુકમાં જ નહીં પણ એક્ટિંગમાં પણ છે માતા અમૃતા જેવી મારફાડ

સારાની પહેલી ફિલ્મ 'કેદારનાથ'નું નવું ટીઝર લોન્ચ થયું છે

Kedarnath Teaser : સારા લુકમાં જ નહીં પણ એક્ટિંગમાં પણ છે માતા અમૃતા જેવી મારફાડ

મુંબઈ : સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનનો લુક તેની માતા અમૃતા સિંહને બહુ મળતો આવે છે. આ સંજોગોમાં તેની પહેલી ફિલ્મ 'કેદારનાથ'નું ટ્રેલર જોઈને બધા સારાની સરખામણી તેની માતા અમૃતા સિંહ સાથે કરવા લાગ્યા છે. હાલમાં આ ફિલ્મનું નવું ટીઝર રિલીઝ થયું છે. આ ટીઝરમાં સારાની એક્ટિંગ તેની માતા અમૃતાની મારફાડ એક્ટિંગની યાદ અપાવે છે. 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

આ ફિલ્મમાં ગૌરી કુંડથી ભગવાન શિવના 2000 વર્ષ જુના મંદિર કેદારનાથ સુધીની 14 કિલોમીટર લાંબી તીર્થયાત્રા પર આ ફિલ્મ શૂટ કરવામાં આવી છે. આ ફિલ્મ સુશાંત સિંહ રાજપૂત અને સારાના પાત્રો ક્રમશ: મંસુર અને મુક્કુની પ્રેમકથા છે. આ ફિલ્મનું ટ્રેલર પણ લોકોને બહુ પસંદ પડ્યું છે. 

આ ફિલ્મના ટ્રેલરની શરૂઆતમાં કેદારનાથમાં આવેલા ભયાનક પૂરના દ્રશ્યો દેખાડવામાં આવ્યા છે. ફિલ્મમાં પાણીમાં વહેતા જાનવર અને લોકોના વિઝ્યુઅલ બહુ દમદાર છે. આ બધા વચ્ચે સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની પ્રેમકથા પણ નજરે ચડે છે. આ ફિલ્મ 7 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news