NMACC ઇવેન્ટમાં ગોર્જીયસ લુકમાં જોવા મળી નીતા અંબાણી, આઉટફિટની કિંમત જાણી તમે ચોંકી જશો!

Nita Ambani: નીતા અંબાણી તાજેતરમાં કલચરલ સેન્ટર NMACC ખાતે આંતરરાષ્ટ્રીય મ્યુઝિકલ શોના લોન્ચિંગ વખતે ગોર્જીયસ ફ્લોરલ ડ્રેસમાં જોવા મળ્યા હતા. ખૂબ જ સુંદર દેખાતા નીતા અંબાણીના આ ડ્રેસની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો!

NMACC ઇવેન્ટમાં ગોર્જીયસ લુકમાં જોવા મળી નીતા અંબાણી, આઉટફિટની કિંમત જાણી તમે ચોંકી જશો!

Nita Ambani Gucci Dress Cost Shocking: થોડા સમય પહેલા અંબાણી પરિવારે મુંબઈમાં 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર' શરૂ કર્યું હતું, જેમાં ભારત ઉપરાંત અન્ય દેશોના સ્ટાર્સ આવ્યા હતા. તાજેતરમાં, NMACC ખાતે આંતરરાષ્ટ્રીય મ્યુઝિકલ શો, 'ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક' લોન્ચ કરવામાં આવ્યો હતો જેમાં નીતા અંબાણી પોતે તમામ સ્ટાર્સ સાથે હાજર રહ્યા હતા. નીતા અંબાણી ખૂબ જ સુંદર બેલ-સ્લીવ ફુલ લેન્થ ફ્લોરલ ડ્રેસમાં જોવા મળ્યા બધાને તેમનો આ ક્લાસી લુક ખુબ પસંદ આવી રહ્યો છે. નીતા અંબાણીના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. શું તમે જાણો છો કે આ આઉટફિટની કિંમત કેટલી છે?

અમે હમણાં જ તમને કહ્યું તેમ, 3 મે, 2023 ના રોજ, NMACC ખાતે 'ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક'નું લોન્ચિંગ હતું જેમાં નીતા અંબાણી પણ હાજર હતા. આ ખાસ પ્રસંગ માટે, નીતા અંબાણી ખૂબ જ સુંદર ફ્લોરલ ડ્રેસમાં પહોંચ્યા હતા જેમાં બેલ-સ્લીવ્સ અને વિન્ટેજ લુક હતો. તેના કોલર પર એક બો પણ હતું જે એકદમ સ્ટાઇલિશ લાગતું હતું. ચાલો જાણીએ આ ડ્રેસની કિંમત અને બ્રાન્ડ વિશે.

No description available.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે નીતા અંબાણીનો આ ફ્લોરલ ડ્રેસ જાણીતી ઈન્ટરનેશનલ બ્રાન્ડ 'ગુચી'નો છે અને તેની કિંમત 4,500 પાઉન્ડ છે. જો તમે તેને ભારતીય ચલણમાં ફેરવો તો તેની કિંમત લગભગ 4,61,705 રૂપિયા થશે, એટલે કે નીતા અંબાણીના આ ડ્રેસની કિંમત લગભગ પાંચ લાખ રૂપિયા છે. નીતા અંબાણીએ આ લુકને લાઈટ મેકઅપ અને ડાયમંડ ઈયરિંગ્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો..

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bollygossip (@bollyg0ssip)

આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવ અને તેમનો પુત્ર આઝાદ, મંદિરા બેદી અને તેમનો પુત્ર, કોમેડિયન ભારતી સિંહ, નીતા અંબાણીની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના સ્પેશિયલ લોંચમાં ટીવી, અભિનેતા નકુલ મહેતા જેવા ઘણા સ્ટાર્સ અને તેમની પત્ની જાનકી, તારા સુતરિયા અને પંકજ ઉદાસ હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટે પહેરેલા ડ્રેસની કિંમત 58,000 રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઇવેન્ટની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો
12 વર્ષ પછી ચંદ્રગ્રહણનો અદ્ભુત સંયોગ, આ રાશિઓને 10 દિવસ સુધી લાભ જ લાભ!
NMACC ઇવેન્ટમાં રાધિકા મર્ચન્ટે પહેર્યો સ્ટાઈલિશ મિડી ડ્રેસ, કિંમત જાણીને ચોંકી જશો
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3962 કેસ નોંધાયા, 22 લોકોના મોત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news