OTT Debut: કરીનાથી કાજોલ સુધી નવા વર્ષ 2023માં આ એક્ટ્રેસ કરશે ઓટીટી પર ડેબ્યૂ

OTT Debut: નવું વર્ષ 2023 ઓટીટીના દર્શકો માટે ખુબ જ ખાસ થવાનું છે. 2023માં કરીનાથી લઈને કાજોલ સુધી ઘણી ટોપની એક્ટ્રેસ ઓટીટી પર ડેબ્યૂ કરશે.

OTT Debut: કરીનાથી કાજોલ સુધી નવા વર્ષ 2023માં આ એક્ટ્રેસ કરશે ઓટીટી પર ડેબ્યૂ

નવી દિલ્હીઃ આજકાલ ઓટીટી પર મોટી મોટી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનથી લઈને આમિર ખાન સુધી મોટા ભાગના સિતારાઓ ઓટીટી પર ડેબ્યૂ કરી ચૂક્યા છે. હવે નવા વર્ષ 2023માં કરીના કપૂરથી લઈને સોનાક્ષી સિન્હા સુધી ઘણી મોટી એક્ટ્રેસ ઓટીટી પર ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં રાજ કરનારી ઘણી હસીનાઓ ઓટીટી પર ડેબ્યૂ કરી રહી છે. એટલે કે, આવનારું વર્ષ તમારા માટે ખુબ જ ખાસ રહેવાનું છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, કઈ ટોપ એક્ટ્રેસ 2023માં ઓટીટી પર ધમાલ મચાવશે. 

કરીના કપૂરઃ
પોતાના શાનદાર એક્ટિંથી ઘણી ફિલ્મોને હીટ કરનારી એક્ટ્રેસ કરીના કપૂર 2023માં એટીટી પર ડેબ્યૂ માટે તૈયાર છે. કરીના કપૂરની આ વર્ષે આમિર ખાન સાથે આવેલી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ રહી. પરંતુ 2023માં કરીના કપૂર ઓટીટી પર ધમાલ કરવા માટે તૈયાર છે. કરીના ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સથી ઓટીટી પર ડેબ્યૂ કરશે. કરીના કપૂરની ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સને ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. 

કાજોલઃ
બોલીવુડમાં પોતાની એક્ટિંગથી સૌ કોઈનું મન મોહનારી એક્ટ્રેસ કાજોલ પણ નવા વર્ષમાં ઓટીટી પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. કાજોલનું નામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ એક્ટ્રેસમાં સામેલ છે. નવા વર્ષ પર કાજોલ ધ ગુડ વાઈફ વેબ સિરીઝથી ડેબ્યૂ કરશે. 

સોનાક્ષી સિન્હાઃ
ઓટીટી પર એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા પણ ડેબ્યૂ કરશે. સોનાક્ષી ઘણા લાંબા સમયથી કોઈ પણ ફિલ્મમાં નથી દેખાતી. ત્યારે હવે સોનાક્ષી મશહૂર ડાયરેક્ટર રીમા કાગતીની દહાડથી ઓટીટી પર ડેબ્યૂ કરશે. દહાડ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. 

ઉર્મિલા માતોંડકરઃ
પોતાની ચૂલબૂલી અદાઓથી સૌને દિવાના બનાવનારી રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકર પણ જલદી ઓટીટી પર ડેબ્યૂ કરશે. ઉર્મિલા માતોંડકર ફિલ્મોથી દૂર છે પરંતુ નવા વર્ષમાં તે તિવારી સિરીઝથી ઓટીટી પર એન્ટ્રી કરવા માટે તૈયાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news