પ્રિયંકાએ ટ્વીટ કરી તસવીર અને લગ્નની ચર્ચા મામલે થયું દૂધનું દૂધ અને પાણીનું પાણી
હાલમાં બોલિવૂડમાં લગ્નની સિઝન ચાલી રહી છે
Trending Photos
મુંબઈ : હાલમાં બોલિવૂડમાં લગ્નની સિઝન ચાલી રહી છે. હાલમાં અનુષ્કા શર્માએ ધુમધડાકાથી લગ્ન કર્યા હતા અને સોનમ તેમજ દીપિકાના લગ્નની છડેચોક તૈયારીઓ ચાલી રહી છે ત્યારે એક ટોચની એક્ટ્રેસના સિક્રેટ લગ્નની જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ હિરોઇન છે પ્રિયંકા ચોપડા. હકીકતમાં પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેયર કરી હતી જેમાં તેણે હાથમાં મંગળસૂત્ર પહેરેલું દેખાય છે. જેના કારણે મીડિયામાં સવાલો ઊભા થયા છે કે શું પ્રિયંકાએ ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે. જો કરી લીધા હોય તો કોણ છે આ વ્યક્તિ અને જો લગ્ન નથી કર્યા તો પ્રિયંકાએ મંગળસૂત્ર કેમ પહેર્યું છે?
આ મામલે પ્રિયંકાએ સ્પષ્ટતા કરતા એક તસવીર ટ્વીટ કરી છે જેમાં હાથની આ એસેસરી સ્પષ્ટ દેખાય છે. હવે પ્રિયંકા ચોપરાએ એક ટ્વીટ કરીને આ વાતનો જવાબ આપ્યો હતો. પ્રિયંકાએ તે બ્રેસલેટની તસવીર ઝૂમ કરીને પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે,’હાહાહા, અંદાજો લગાવવાની પણ હદ છે! આ ઈવિલ આઈ (ખરાબ નજરથી બચાવનાર બ્રેસલેટ) છે. પરેશાન ન થાઓ. જ્યારે લગ્ન થશે ત્યારે હું બધાને જણાવીશ. કોઇ જ સિક્રેટ નહિ હોય. Lol’
https://t.co/EkUEgfbO75
Hahahah!heights of speculation! This is an evil eye guys! Calm down! I’ll tell u when I get married and it won’t be a secret! Lol pic.twitter.com/WPdIxXIx1I
— PRIYANKA (@priyankachopra) April 30, 2018
પ્રિયંકા છેલ્લા બે વર્ષથી હોલિવુડ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. નોંધનીય છે કે લગ્નને લઈને પ્રિયંકાએ તાજેતરમાં જ એક નિવેદન આપ્યું હતું. પ્રિયંકાએ કહ્યું હતું કે, મારા માટે લગ્ન અને બાળકો બહુ મોટી જવાબદારી સમાન છે. મને લગ્નમાં સંપૂર્ણ વિશ્વાસ છે. હું ઘણાં બધા બાળકોને જન્મ આપવા માંગું છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે