હાઇ-વે પર ટ્રાવેલ કરતા હો તો 'આ' ટોલ ફ્રી નંબર પાસે રાખવાથી થશે મોટા ફાયદા
કેન્દ્ર સરકારે એક એપ અને ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે
Trending Photos
નવી દિલ્હી : નેશનલ હાઇ-વે પર પ્રવાસ કરતી વખતે કોઈ જાતની હેરાનગતિ ન થાય એ માટે કેન્દ્ર સરકારે એક એપ અને એક ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે. આ નંબર માત્ર સંકટ સમયે જ મદદ નહીં કરે પણ એનાથી બીજા અનેક ફાયદા પણ મળશે. નેશનલ હાઇ-વે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 1033 ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. એના મારફતે તમે નેશનલ હાઇ-વેની ગુણવત્તા વિશે ફિડબેક તો આપી જ શકશો પુણ જો કોઈ ફરિયાદ હોય તો એ પણ કરી શકશો. કોઈ રોડ એક્સિડન્ટ થયો હોય તો એની માહિતી પણ આ નંબર પર આપી શકાશે. આ ટોલ ફ્રી નંબર એમ્બ્યુલન્સ તેમજ ટો અવે જેવી સુવિધા પણ આપે છે.
ટોલ ફ્રી નંબરની જેમ જ એપ પણ તમારા માટે તમામ કામ કરશે. રોડ એક્સિડન્ટ દરમિયાન તે તમારું લોકેશન ટ્રેક કરવામાં પણ મદદ કરશે. આ સિવાય એની મદદથી તમે ફાસ્ટ ટેગને પણ રિચાર્જ કરી શકશો. આ સિવાય કોઈ હાઇ-વે નેસ્ટ કે પછી પ્લાઝામાં કેટલો વેઇટિંગ ટાઇમ છે એની જાણકારી પણ રિયલ ટાઇમના આધારે મળી શકશે.
જો તમે હાઇ-વે પર વધારે પ્રવાસ કરાત હો તો તમારી પાસે આ એપ કે ટોલ ફ્રી નંબર રાખવાથી ચોક્કસ ફાયદો થશે. આ સુખદ યાત્રા એપને ડાઉનલોડ કરવા માટે https://play.google.com/store/apps/details?id=com.rsawh.nhia પર ક્લિક કરીને એેને ડાઉનલોડ કરી શકાય છે. આ એપને એનએચએઆઇએ તૈયાર કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે