Priyanka Chopra એ UNGA માં કહ્યું- 'દુનિયામાં બધુ ઠીક નથી', ભારત માટે આપ્યું આ નિવેદન
પ્રિયંકા ચોપડાએ સોમવારે ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (સંયુક્ત રાષ્ટ્રો સામાન્ય સભા)ને સંબોધન કર્યું. સંબોધનમાં બાળકોના અધિકાર વિશે વાત કરી. તેમણે કહ્યું કે મહિલાઓને સશક્તિકરણ નહીં, પરંતુ પાવરની જરૂર છે.
Trending Photos
પ્રિયંકા ચોપડાએ સોમવારે ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (સંયુક્ત રાષ્ટ્રો સામાન્ય સભા)ને સંબોધન કર્યું. સંબોધનમાં બાળકોના અધિકાર વિશે વાત કરી. તેમણે કહ્યું કે મહિલાઓને સશક્તિકરણ નહીં, પરંતુ પાવરની જરૂર છે. આ કોન્ફરન્સ દરમિયાન પ્રિયંકાએ નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈ અને અમેરિકી કવયિત્રી અમાંડા ગોર્મન સાથે પોઝ આપતા તસવીરો પણ પડાવી. આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પ્રિયંકાએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે 'આપણી દુનિયા સાથે બધુ ઠીક નથી'.
દુનિયામાં બધુ ઠીક નથી
પ્રિયંકા ચોપડાએ કહ્યું કે આપણે આજે દુનિયામાં એક મહત્વપૂર્ણ પોઈન્ટ પર મળી રહ્યા છીએ. એવા સમયે કે જ્યારે વૈશ્વિક એકજૂથતા પહેલા કરતા અનેકગણી વધુ મહત્વપૂર્ણ છે. દેશ કોવિડ-19 મહામરીના વિનાશકારી પ્રભાવો સામે ઝૂઝી રહ્યો છે, જળવાયું સંકટ, જીવન અને આજીવિકાને પ્રભાવિત કરે છે. સંઘર્ષ, ક્રોધ, ગરીબી, વિસ્થાપન, ભૂખ અને અસમાનતાઓ આપણે આટલા લાંબા સમય સુધી જે ન્યાયપૂર્ણ દુનિયા માટે લડત લડી તેના પાયાને નષ્ટ કરી નાખે છે. આપણે બધા જાણીએ છીએ એમ આપણી દુનિયામાં બધુ ઠીક નથી. પરંતુ આ સંકટ સંયોગથી નથી આવ્યું. એક યોજના સાથે આ મુશ્કેલીઓને પહોંચી વળી શકાય છે.
પ્રિયંકા ચોપડા વર્ષ 2016માં ગ્લોબલ યુનિસેફ ગુડવિલ એમ્બેસેડર બન્યા હતા. તેઓ લાંબા સમયથી આ સંગઠન સાથે જોડાયેલા છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર કોન્ફરન્સ સંલગ્ન કેટલીક તસવીરો પણ શેર કરી છે. તેમણે આ કોન્ફરન્સનો ભાગ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો. આ સાથે જ કેપ્શનમાં અમાંડા ગોર્મને કહેલી વાત લખી, અને જેમ કે અવિશ્વસનીય અમાંડા ગોર્મને કહ્યું- 'હું તમને આપણા ભાગ્યને આકાર આપવા માટે પડકાર ફેંકુ છું. સૌથી સારુ, હું તમને સારું કરવાનો પડકાર ફેંકુ છું, જેથી કરીને દુનિયા મહાન બની શકે.'
પ્રિયંકાએ પોતાના સંબોધનમાં કહ્યું કે 'હું ઈન્ડિયામાં ઉછરી છું, જ્યાં અનેક છોકરીઓ માટે શિક્ષણ સુધી પહોંચવું એક પડકાર છે, જે રીતે દુનિયામાં અનેક ભાગોમાં છે, જ્યાં બાળકો શીખવા માંગે છે, પરંતુ આમ કરવા માટે પડકાર હોય છે. હું વિશ્વાસ રાખુ છું કે શિક્ષણ સમાનતા, સામાજિક ન્યાય, સામાજિક પરિવર્તન અને લોકતંત્રની આધારશિલા માત્ર છે.'
The world has a to-do list, and the time to get it done is now.
Behind the scenes with @Malala, UNICEF supporter @TheAmandaGorman and Goodwill Ambassador @priyankachopra at #UNGA. pic.twitter.com/dn5DcwRVPO
— UNICEF (@UNICEF) September 19, 2022
મલાલા અને અમાંડા સાથે ફોટો શેર કરતા પ્રિયંકા ચોપડાએ કેપ્શનમાં લખ્યું કે, આ બે અદભૂત મહિલાઓ સાથે સ્ટેજ શેર કરતા ખુબ ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે. આ ફોટાને અમાન્ડાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા લખ્યું કે, લવ યુ. જેના જવાબમાં પ્રિયંકાએ પણ દિલવાળી ઈમોજી બનાવતા લખ્યું કે બેક એટ યુ.
Watch @UNICEF Goodwill Ambassador @priyankachopra as she delivers the opening remarks during today's SDG Moment at the UN General Assembly. pic.twitter.com/PYFOSwo7g4
— UN News (@UN_News_Centre) September 19, 2022
લંચ બ્રેકમાં પુત્રી સાથે વિતાવ્યો સમય
આ ઈવેન્ટમાં પ્રિયંકા ચોપડાની સાથે તેમની પુત્રી માલતી મેરી ચોપડા જોનાસ પણ હતી. લંચ બ્રેક દરમિયાન તેમણે પુત્રી સાથે સમય વિતાવ્યો. જેની તસવીર પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે.
આ ફિલ્મો અને વેબસિરીઝમાં જોવા મળશે
વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ડેબ્યૂ વેબસિરીઝ 'સિટાડેલ'માં જોવા મળશે. જેન Russo Brothers એ પ્રોડ્યૂસ કરી છે. તેઓ હોલીવુડ મૂવીઝ Ending Things અને It's All Coming Back To Me માં પણ જોવા મળશે. બોલીવુડની વાત કરીએ તો ફરહાન અખ્તરની 'જી લે જરા' માં કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે