Corona થી પીડાતા ભારતને જોઈ Priyanka Chopra એ અમેરિકાના રાષ્ટ્રપતિને કરી દીધો સવાલ, લખ્યું 'મારા દેશની હાલત...'
Priyanka Chopra On Coronavirus: ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ભારતમાં સતત વધી રહેલાં કોરોનાના સંક્રમણ અંગે ચિંતા વ્યક્ત કરી. આ સાથે જ પ્રિયંકા ચોપડાએ અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે ભારતને મદદ કરવાની અપીલ કરી.
- કોરોનાને કારણે વિકટ બની ભારતની સ્થિતિ
- ભારતની સ્થિતિ જોઈને ભાવુક થઈ અભિનેત્રી
- અમેરિકાના રાષ્ટ્રપતિને પણ પ્રિયંકાએ કરી દીધો સવાલ
Trending Photos
નવી દિલ્લીઃ કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે ભારતમાં દિનપ્રતિદિન સ્થિતિ વધુ ને વધુ વિકટ બની જાય છે. Priyanka Chopra Heart Breaks After Seeing Huge Coronavirus Cases In India: કોરોના વાયરસની બીજી લહેર ભારે માટે કાળો કહેર સાબિત થઈ રહી છે. સતત કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહી છે. હોસ્પિટલમાં બેડ અનો ઓક્સિજનની પણ અછત પડી રહી છે. સરકાર અને સામાજિક સંગઠનો તેમનો લોકો આ મહામારીમાં એકજૂથ થઈને લડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ સ્થિતિની વચ્ચે ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ અમેરિકાના અપીલ કરીને કે આ આપદાની ઘડીમાં ભારતની મદદ કરે. ઉલ્લેખનીય છેકે, ભારતીય મૂળની અભિનેત્રી પ્રિયંકા ચોપડા જે હોલીવુડના જાણીતા સિંગર નિક જોનાસ સાથે લગ્ન કરીને હવે અમેરિકામાં રહે છે.
પોતાના દેશ ભારતને કોરોનાની મહામારી સામે ઝઝૂમતો જોઈને પ્રિયંકા ચોપડા ભાવુક થઈ ગઈ. તેણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનને સંબોધીને ટ્વીટ કર્યું. જેમાં તેણે લખ્યુંકે, મારા દેશની હાલત હાલ ખુબ જ નાજુક છે. કોરોનાની મહામારીમાં સંકટની ઘડીમાં અમેરિકાએ ભારતની મદદ કરવી જોઈએ. ભારતમાં સરળતાથી લોકોને વેક્સીન મળી રહે તે માટે અમેરિકાને તેણે મદદ કરવા અપીલ કરી. એટલું જ નહીં પ્રિયંકા ચોપડાએ અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડેનને એવો સવાલ પણ કરી દીધો કે તેઓ ક્યારે ભારતમાં વેક્સીન મોકલશે. આ પહેલાં પણ પ્રિયંકા ચોપડાએ એક ટ્વીટ કરીને ભારતની સ્થિતિ નાજુક હોવાનું કહ્યું હતું. અને લોકોને આ ગંભીર પરિસ્થિતિમાં ઘરમાં રહેવા માટે અપીલ કરી હતી.
My heart breaks. India is suffering from COVID19 & the US has ordered 550M more vaccines than needed @POTUS @WHCOS @SecBlinken @JakeSullivan46 Thx for sharing AstraZeneca worldwide, but the situation in my country is critical. Will you urgently share vaccines w/ India? #vaxlive
— PRIYANKA (@priyankachopra) April 26, 2021
પ્રિયંકા ચોપડાએ (Priyanka Chopra) આ ટ્વીટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. પ્રિયંકાએ પોતાના ટ્વીટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેનને ટેગ કરીને લખ્યુંકે, કોરોનાની મહામારીની સ્થિતિમાં અમેરિકાએ ભારતની મદદ કરવી જોઈએ. અમેરિકાએ ભારતને વેક્સીન આપવી જોઈએ. પ્રિયંકાએ એવું પણ લખ્યુંકે, મારું દિલ તૂટી ગયું છે, ભારત કોરોનાથી પીડિત છે અને અમેરિકાએ જરૂરિયાતથી વધારે 550M વેક્સીનનો ઓર્ડર આપીને રાખ્યો છે.
AstraZeneca ને દુનિયાભરમાં વહેચવા માટે આપને ધન્યબાદ, પણ હાલ મારા દેશમનાં સ્થિતિ ખુબ જ ગંભીર છે. શું તમે ભારતને તાત્કાલિક વેક્સીન આપશો?
પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) સમયાંતરે કોરોનાની સારવારમાં જરૂરી દવાઓ અને વેક્સીનની માંગ કરતી પોસ્ટ સોશલ મીડિયા પર કરતી રહે છે. અને ભારત માટે અમેરિકા પાસે આ પ્રકારે મદદની માંગણી કરતી રહે છે. ખરેખર દુઃખની આ ઘડીમાં ભારતનો સાથ આપતી દેશની આવી દિકરી પર પણ આપણને ગર્વ હોવું જોઈએ. થોડા દિવસો પહેલાં પ્રિયંકા ચોપડા સિડાટેલનું શૂટિંગ કરતી જોવા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે