'વોર'ને મળ્યો શાનદાર રિસ્પોન્સ, ખુશીમાં પ્રોડ્યુસર આદિત્ય ચોપડાએ લીધો મોટો નિર્ણય!

ફિલ્મના એડવાન્સ બુકિંગના મામલે વર્ષની ઘણી મોટી ફિલ્મોને પછાડી દીધો છે. તો બીજી તરફ ઓક્યૂપેન્સી રેટના મામલે પણ બોલીવુડની લગભગ બધી મોટી ફિલ્મો સામે ફીકી જોવા મળી રહી છે.

Updated By: Oct 3, 2019, 11:00 AM IST
'વોર'ને મળ્યો શાનદાર રિસ્પોન્સ, ખુશીમાં પ્રોડ્યુસર આદિત્ય ચોપડાએ લીધો મોટો નિર્ણય!

નવી દિલ્હી: ઋત્વિક રોશન (Hrithik Roshan) અને ટાઇગર શ્રોફ (Tiger Shroff) સ્ટારર ફિલ્મ 'વોર (War)'એ રિલીઝ પહેલાં અજ સાબિત કરી દીધું હતું ફિલ્મ સુપરહિટ છે, હવે થિયેટરમાં લોકોના જોરદાર રિસ્પોન્સ બાદ પ્રોડ્યુસર આદિત્ય ચોપડા (Aditya Chopra)એ ફિલ્મને લઇને એક મોટો નિર્ણય લીધો છે.
'वॉर' REVIEW: दमदार है ऋतिक और टाइगर का एक्शन, फिल्म की कमाई तोड़ेगी कई रिकॉर्ड्स!

ફિલ્મના એડવાન્સ બુકિંગના મામલે વર્ષની ઘણી મોટી ફિલ્મોને પછાડી દીધો છે. તો બીજી તરફ ઓક્યૂપેન્સી રેટના મામલે પણ બોલીવુડની લગભગ બધી મોટી ફિલ્મો સામે ફીકી જોવા મળી રહી છે. બુધવારે ગાંધી જયંતિના દિવસે રિલીઝ થયેલી ટાઇગર શ્રોફ (Tiger Shroff) અને ઋત્વિક રોશન (Hrithik Roshan)ની 'વોર'એ પહેલાં જ દિવસે એવું કરી લીધું છે કે જેના લીધે હવે ટૂંક સમયમાં ફિલ્મની સીકવેંસની જાહેરાત થઇ શકે છે.
अब 'जय जय शिवशंकर' गाने पर होगा ऋतिक रोशन और टाइगर श्रॉफ का Dance 'WAR'

અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડ લાઇફ ડોટ કોમના સમાચારનું માનીએ તો ફિલ્મ વોર (War)એ બોક્સ ઓફિસ પર જે પ્રકારે શરૂઆત કરી છે. તેને જોઇને મેકર્સ પણ ખૂબ ખુશ છે. વોર (War) મેકર્સ આગામી સમયમાં ઋત્વિક રોશન (Tiger Shroff) અને ટાઇગર શ્રોફ (Tiger Shroff) ની આ ફિલ્મનો બીજો ભાગ રિલીઝ કરવાની જાહેરાત કરી શકે છે. 

તમને જણાવી દઇએ કે ફિલ્મ ક્રિટિક મોહન કુમારે બુધવારે કહ્યું હતું કે ફિલ્મ 'વોર' રજાના દિવસે રિલીઝ થઇ છે, તેનો ફાયદો ફિલ્મને મળશે અને અંદાજો છે કે 40 થી 45 કરોડની બંપર ઓપનિંગ ફિલ્મને મળશે. જોકે હવે થોડીવાર બોક્સ ઓફિસ કલેક્શન સામે આવશે તો ખબર પડી જશે કે ઋત્વિક-ટાઇગરની જોડીએ કેટલા કરોડથી પોતાનું ખાતું ખોલ્યું છે.