દીપિકા અને રણવીર લગ્ન પછી બની જશે 'આટલા' કરોડના માલિક !

હાલમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની ચારે તરફ ચર્ચા છે

દીપિકા અને રણવીર લગ્ન પછી બની જશે 'આટલા' કરોડના માલિક !

મુંબઈ : હાલમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની ચારે તરફ ચર્ચા છે. દીપિકા અને રણવીરે સોશિયલ મીડિયા પર લગ્નની તારીખ જાહેર કરી દીધી. 14 અને 15 નવેમ્બરે રણવીર-દીપિકાએ લગ્નનું એલાન કર્યું છે. રણવીર અને દીપિકાના લગ્નની બહુ લાંબા સમયથી ચર્ચા હતી પણ બંનેએ લગ્ન માટે 15 તારીખની પસંદગી કરી છે કારણ કે 15 નવેમ્બરનું તેમના જીવનમાં ખાસ મહત્વ છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામલીલા’માં પહેલીવાર સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ 15 નવેમ્બર 2013ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રણવીર દીપિકાની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી હતી. દીપિકા-રણવીરની લવસ્ટોરી આ ફિલ્મના સેટ પર જ શરૂ થઈ હતી અને એટલે જ આ ફિલ્મની રિલીઝ ડેટ બંને માટે ખાસ છે. હવે તેમણે આ તારીખને જ પોતાનો લગ્નની તારીખ તરીકે પસંદ કરી છે. 

હવે આવેલા લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે લગ્ન પછી રણવીર અને દીપિકા લગભગ 238 કરોડ રૂ.ની સંપત્તિના માલિક બની જશે. હાલમાં દીપિકાની વાર્ષિક આવક લગભગ 21 કરોડ રૂ. છે જ્યારે રણવીરની કમાણી મામલે દીપિકાથી આગળ છે. આમ, લગ્ન પછી બંનેની કુલ કમાણી 238 કરોડ રૂ. જેટલી થઈ જશે. 

એક રિપોર્ટ પ્રમાણે, રણવીર-દીપિકાના લગ્ન ઈટલીના લેક કોમોમાં થશે. આ લગ્નમાં કુલ 4 ફંક્શન્સ થશે. લગ્ન પહેલા રણવીર-દીપિકા નંદી પૂજા કરશે. બંનેના લગ્નમાં માત્ર નજીકના મિત્રો તથા પરિવારના સદસ્યો જ સામેલ થશે. દીપિકા અને રણવીરના પરિવારજનોએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બંનેના પરિવારમાં ગિફ્ટ્સ એક્સચેન્જનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. દીપિકા શોપિંગમાં વ્યસ્ત બની છે. થોડા સમય પહેલા જ તે એક જ્વેલરીની દુકાનમાં દાગીના ખરીદતી જોવા મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news