રાખી પર તૂટ્યો મુસીબતોનો પહાડ! આદિલ બાદ હવે બેસ્ટ ફ્રેન્ડે કરી પોલીસ ફરિયાદ

રાખી સાવંતના પતિ આદિત દુરાનીએ જેલમાંથી બહાર આવતાની સાથે જ રાખી પર ગંભીર આરોપ લગાવ્યા. તેના બે દિવસ બાદ હવે રાખીની બેસ્ટ ફ્રેન્ડે તેના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. ત્યારે હવે રાખીની મુસીબતો વધી રહી હોય તેવું લાગે છે. 

રાખી પર તૂટ્યો મુસીબતોનો પહાડ! આદિલ બાદ હવે બેસ્ટ ફ્રેન્ડે કરી પોલીસ ફરિયાદ

રાખી સાવંત તેના બોલ્ડ અંદાજ અને બિન્દાસ્ત અંદાજ માટે જાણીતી છે. રાખી કઈ પણ કરતા પહેલા વધુ વિચારતી નથી. તે ખુબ બેફ્રિક છે અને હાલ રાખી સાવંત હવે ફરીથી એકવાર પતિને લઈને ચર્ચામાં આવી ગઈ છે. અચાનક લગ્ન, પછી મારપીટનો મામલો અને ત્યારબાદ પતિના જેલમાં પહોંચી જવાના સમાચારે ફેન્સને ચોંકાવી દીધા હતા. હવે રાખીનો પતિ આદિલ દુરાની જેલમાંથી બહાર આવી ગયો છે અને તેણે બહાર આવતાની સાથે જ રાખી સાવંત પર  ગંભીર આરોપ લગાવ્યા. આ આરોપો વચ્ચે રાખી સાવંતની બેસ્ટ ફ્રેન્ડ રાજશ્રી પણ હવે તેની વિરુદ્ધમાં થઈ ગઈ છે. તેણે રાખી વિરુદ્ધ એક મોટું એક્શન લીધુ છે. 

રાખી સાવંતની ફ્રેન્ડ રાજશ્રીએ તેના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. પેપરાઝી વિરલ ભાયાણીએ રાખી સાથે વાત કરી છે. તેના પર વાત કરતા રાખીએ કહ્યું કે તને હંમેશા પ્રેમ કરતી રહીશ રાજશ્રી. હું આ સાંભળીને આઘાતમાં છું. મારા સૌથી ખરાબ સમયમાં તે મારા પડખે રહી. એટલે સુધી કે હું પણ તેના ખરાબ સમયમાં તેની પડખે રહી. તે હંમેશા મારી મિત્ર રહેશે. હું સ્તબ્ધ છું. મને નથી ખબર કે મારી જીંદગીમાં શું ખોટું થઈ રહ્યું છે. 

રાજશ્રી ખોલશે અનેક રાઝ
આ અંગે વાત કરતા રાજશ્રીએ કહ્યું કે રાખીએ તેના પતિ આદિલ દુરાનીના જેલમાંથી છૂટતા જ તેને  ધમકી આપી હતી. આ સાથે જ રાજશ્રીએ કહ્યું કે તેની પાસે જણાવવા માટે હજું પણ ઘણું બધુ છે. જે તે મીડિયા સાથે શેર કરશે. હાલ રાજશ્રીનું કહેવું છે કે અનેક ચીજોને ધ્યાનમાં રાખતા તેણે એફઆઈઆર દાખલ કરી છે. 

આદિલના દાવા
આદિલે પણ રાખી પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેમાં તેણે કહ્યું છે કે તેણે લગ્ન કરતા પહેલા રિતશને તલાક આપ્યા નહતા. આદિલનો દાવો છે કે તે હજુ પણ તેની પાસેથી પૈસા લે છે. આદિલનો બીજો દાવો છે કે રાખીએ ડ્રગ્સ આપીને તેના ન્યૂડ વીડિયો બનાવ્યા હતા. તેની સાથે લગ્ન બાદ રાખીએ ચોરી છૂપે લંડનમાં જૂના પતિ રિતેશ સાથે મુલાકાત કરી હતી. આદિલ દુરાનીએ જણાવ્યું કે રાખી તેને ખરાબ રીતે મારતી હતી. આદિલ દુરાનીએ એ પણ જણાવ્યું કે રાખીએ તેની પાસે લક્ઝરી ગાડી અને દુબઈમાં ઘર લેવડાવ્યા. 

આ ઉપરાંત આદિલનો દાવો છે કે તેણે રાખી પર કુલ 2.8 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. આ સાથે જ કહ્યું કે રાખીએ 3 લાખ રૂપિયા આપીને ઈરાની છોકરી દ્વારા ખોટો રેપ કેસ કરાવ્યો હતો. આદિલે એમ પણ કહ્યું કે રાખી સાવંતને યુટીરસ (ગર્ભાશય) નથી, જેના કારણે તે ક્યારેય માતા બની શકે નહીં. લગ્ન બાદ પણ રાખી મીડિયા સામે ખોટું બોલતી હતી. તે મીડિયા સામે પૂછતી હતી કે આદિલને પૂછો ક્યારે લગ્ન કરશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news