યે હે મોહબ્બતેંમાં બદલાઈ જશે રમણ ભલ્લા ! કરણ પટેલને દેખાડી દેવાયો દરવાજો કારણ કે...

અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સિરિયલમાં રમણ ભલ્લાને બદલે બીજો કોઈ એક્ટર શોમાં જોવા મળશે

યે હે મોહબ્બતેંમાં બદલાઈ જશે રમણ ભલ્લા ! કરણ પટેલને દેખાડી દેવાયો દરવાજો કારણ કે...

મુંબઈ : સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ યે હે મોહબ્બતેંમાં લીડ રોલ કરી રહેલ કરણ પટેલના ચાહકો માટે ખરાબ સમાયાર છે. અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સિરિયલમાં રમણ ભલ્લાને બદલે બીજો કોઈ એક્ટર શોમાં જોવા મળશે.

એક મીડિયા રિપોર્ટ મુજબ, ‘યે હૈ મોહબ્બતે’માં દિવ્યાંકા ત્રિપાઠીની ઓપોઝિટ કરણ પટેલના બદલે બીજા એક્ટરને સાઇન કરવાની હિલચાલ ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે કરણના બદલે શોમાં એક્ટર ચૈતન્ય ચૌધરી જોવા મળી શકે છે. ચૈતન્ય CID, ‘કહીં તો હોગા’ વગેરે જેવા શોમાં જોવા મળી ચૂક્યો છે. રિપોર્ટ્સ મુજબ, હવે રમણ ભલ્લાનું પાત્ર કરણ પટેલના બદલે ચૈતન્ય ચૌધરી ભજવશે.

A post shared by chaitanya choudhry (@chaitanya_choudhry) on

કરણ પટેલ રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી’માં ભાગ લેવા માગે છે. જેને લઈને તેણે પોતાની ફિટનેસ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. હવે રિપોર્ટ મુજબ રિયાલિટી શો માટે કરણ ‘યે હૈ મોહબ્બતે’માંથી બ્રેક લઈ રહ્યો છે. એટલે તેની જગ્યાએ ચૈતન્ય ચૌધરીને લેવામાં આવી શકે છે. અગાઉ એવા અહેવાલો હતા કે ‘ખતરોં કે ખિલાડી’ શો પૂરો થયા બાદ કરણ ફરીથી ‘યે હૈ મોહબ્બતે’નો ભાગ બનશે. પરંતુ નવા રિપોર્ટ્સને જોતાં આ શક્યતા દેખાતી નથી. જો કે, હજુ સુધી સત્તાવાર રીતે કશું જ જાહેર કરાયું નથી.
            
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news