Ranbir Kapoor ટેબલ નીચે છૂપાઈને લેડી ટીચરના પગને ઘૂર્યા કરતો હતો, કારણ હતું સાવ વિચિત્ર
રણબીર કપૂર પડદા પર ભલે ગમે તેવો દેખાતો હોય પરંતુ રિયલ લાઈફમાં તે એક મસ્તમોલા વ્યક્તિ છે. રણબીર કપૂરે એક શોમાં જણાવ્યું હતું કે તે શાળાના દિવસોમાં ટેબલ નીચે છૂપાઈને પોતાની લેડી ટીચરની ટાંગો ઘૂર્યા કરતો હતો.
Trending Photos
નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા રણબીર કપૂરે સીનેમા જગતમાં પોતાને એક સફળ કલાકાર તરીકે સાબિત કરી દીધો છે. રણબીર કપૂરે લાંબા સમય સુધી રોમેન્ટિક અને ચોકલેટી બોયવાળી ભૂમિકા ભજવી અને હવે તે સતત અલગ અલગ પ્રકારના પાત્રો ભજવીને પોતાને અલગ સાબિત કરી રહ્યો છે. જલદી બ્રહ્માસ્ત્ર અને શમશેરા જેવી ફિલ્મોમાં રણબીર કપૂર જબરદસ્ત એક્શન કરતો જોવા મળશે.
આ હતી ખરાબ આદત
રણબીર કપૂર પડદા પર ભલે ગમે તેવો દેખાતો હોય પરંતુ રિયલ લાઈફમાં તે એક મસ્તમોલા વ્યક્તિ છે. રણબીર કપૂરે એક શોમાં જણાવ્યું હતું કે તે શાળાના દિવસોમાં ટેબલ નીચે છૂપાઈને પોતાની લેડી ટીચરની ટાંગો ઘૂર્યા કરતો હતો. રણબીર કપૂરે જણાવ્યું કે આમ કરતા તે પકડાઈ પણ ગયો હતો અને તેને સજા પણ થઈ હતી. તેની માતાને સ્કૂલે બોલાવવામાં આવી હતી અને તેને આખી વાત જણાવવામાં પણ આવી હતી.
ઉતાર ચડાવવાળી જિંદગી
અત્રે જણાવવાનું કે રણબીર કપૂરની પર્સનલ લાઈફ ખુબ જ ઉતારચડાવવાળી રહી છે. રણબીર કપૂર અનેક યુવતીઓ સાથે રિલેશનશીપમાં રહ્યો છે અને કેટલીક અભિનેત્રીઓ પણ તેમા સામેલ છે. જો કે હાલ તો તે અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે રિલેશનશીપમાં છે અને બંને જલદી લગ્ન કરવાના છે તેવી ખબરો પણ સામે આવી રહી છે.
#RanbirKapoor talks about having a crush on his teacher and how it landed him in trouble.
Source: Lehren#RanbirFans#RKFans pic.twitter.com/C6iNRi0G2M
— ¯\_(ツ)_/¯ (@Ipost123) April 3, 2020
જલદી કરશે આલિયા સાથે લગ્ન
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બંને પોતાની મોહબ્બતનું એલાન કરી ચૂક્યા છે. બંનેના લગ્ન અંગે પણ અનેકવાર ખબરો આવી છે. જો કે લગ્નને લઈને બંનેમાંથી કોઈએ પણ હજુ સુધી અધિકૃત જાહેરાત કરી નથી. અત્રે જણાવવાનું કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જલદી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એક સાથે જોવા મળશે. બંનેની સાથે આ પહેલી ફિલ્મ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે