મહેશ ભટ્ટે કર્યો CAAનો વિરોધ તો કંગનાની બહેને કર્યો સણસણતા તમાચા જેવો સવાલ
દેશના અનેક હિસ્સાઓમા નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Act) વિરૂદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આવા જ એક પ્રદર્શનમાં મહેશ ભટ્ટ (Mahesh Bhatt) પણ શામેલ થયા હતા. આ કાર્યક્રમની તસવીર મહેશ ભટ્ટે સોશિયલ મીડિયામાં શેયર કરી હતી અને કહ્યું હતું કે અમમે ભારતના લોકોએ સમાજવાદી, સેક્યુલર અને લોકતાંત્રિક ગણરાજ્ય તરીકે ભારતના ગઠનનો સંકલ્પ લીધો હતો.
Trending Photos
નવી દિલ્હી : દેશના અનેક હિસ્સાઓમાં નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Act) વિરૂદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આવા જ એક પ્રદર્શનમાં મહેશ ભટ્ટ (Mahesh Bhatt) પણ શામેલ થયા હતા. આ કાર્યક્રમની તસવીર મહેશ ભટ્ટે સોશિયલ મીડિયામાં શેયર કરી હતી અને કહ્યું હતું કે અમમે ભારતના લોકોએ સમાજવાદી, સેક્યુલર અને લોકતાંત્રિક ગણરાજ્ય તરીકે ભારતના ગઠનનો સંકલ્પ લીધો હતો.
Bhatt saab there are almost 50 Muslim countries in the world, close to 80 Christian/Catholic countries on this planet but in this entire world only one Hindu country, kyun mirchi lag rahi hain aapko if we protecting ourselves, kahan jayenge Hindus ? https://t.co/iZFlE7w5Hy
— Rangoli Chandel (@Rangoli_A) December 15, 2019
મહેશ ભટ્ટની આ ટ્વીટ પછી બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની બહેન રંગોલીએ (Rangoli Cahndel) તેમના પર નિશાન સાધ્યું છે. તેણે ટ્વિટ કરીને લખ્યું છે કે ભટ્ટ સાહેબ આખી દુનિયામાં લગભગ 50 મુસ્લિમ દેશ અને 80 કેથોલિક દેશ છે. દુનિયામાં માત્ર એક હિન્દુ દેશ છે અને જો આપણે આપણી સુરક્ષા કરીએ તો લોકોને ખરાબ કેમ ચચરે છે? હિન્દુ ક્યાં જશે?
When we gave separate Pakistan on the insistence of Muslim league then why now we are shamed for calling this a Hindu nation, it is a Hindu nation and it will always be one, Sudhar jao Tukde gang 🙏
— Rangoli Chandel (@Rangoli_A) December 15, 2019
આ પહેલાં પણ એક્ટર અને પ્રોડ્યુસર કમાલ ખાને CAB પર થઈ રહેલા પ્રદર્શન પર સવાલ કર્યા હતા. તેમણે ટ્વીટ કરી હતી કે અમિત શાહે સ્પષ્ટ કહ્યું છે કે મુસ્લિમોએ ભારતમાં ડરવાની જરૂર નથી. આ નવું બિલ જરૂરિયાતવાળા લોકોને નાગરિકત્વ આપવા માટે છે. લોકો નેતાઓની ચડામણીમાં હિંસક કેમ થઈ જાય છે એ સમજવામાં નથી આવતું. આ પહેલાં આ મામલે જ અભિનેતા ફરહાન અખ્તર ટ્રોલ થઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
Entertainmentના અન્ય સમાચાર માટે ક્લિક કરો આ લિંક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે