FILM REVIEW: હાસ્ય અને મનોરંજનથી ભરપૂર છે અક્ષયની 'HOUSEFULL 4'

આ ત્રણ ભાઈઓની પૂર્વજન્મની કહાની છે, જેને 600 વર્ષ પહેલા એટલે કે 1419થી 2019ને જોડીને દેખાડવામાં આવી છે. ફિલ્મમાં અક્ષય કુમાર 'હૈરી', રિતેશ દેશમુખ 'રોય' અને બોબી દેઓલ 'મેક્સ' નામના વ્યક્તિની ભૂમિકામાં છે. 
 

FILM REVIEW: હાસ્ય અને મનોરંજનથી ભરપૂર છે અક્ષયની 'HOUSEFULL 4'

નવી દિલ્હીઃ બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમાર  (Akshay Kumar)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'હાઉસફુલ 4 (Housefull 4)' આજે (25 ઓક્ટોબર) સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા. ફરહાદ સામજી દ્વાર દિગ્દર્શિત ફિલ્મ હાઉસફુલ 4 એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે. જેમાં અક્ષય કુમાર સિવાય કૃતિ સેનન, રિતેશ દેથમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ અને પૂજા ગર્ગ છે. આ ફિલ્મ સાજીદ નાડિયાડવાલાની નાડિયાડવાલા ગ્રૈન્ડસન એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રસ્તુત અને નિર્મિત છે અને ફોક્સ સ્ટાર સ્ટૂડિયો દ્વારા સહ-નિર્મિત છે. 

આ ત્રણ ભાઈઓની પૂર્વજન્મની કહાની છે, જેને 600 વર્ષ પહેલા એટલે કે 1419થી 2019ને જોડીને દેખાડવામાં આવી છે. ફિલ્મમાં અક્ષય કુમાર 'હૈરી', રિતેશ દેશમુખ 'રોય' અને બોબી દેઓલ 'મેક્સ' નામના વ્યક્તિની ભૂમિકામાં છે. ફિલ્મની સ્ટોરી લંડનથી શરૂ થાય છે. જ્યાં આ ત્રણેય ભાઈઓએ ત્યાંના સૌથી મોટા ડોન માઇકલ ભાઈને 5 મિલિયન ડોલર પરત કરવાના હતા. અહીંથી શરૂ થાય છે ફિલ્મની રસપ્રદ કહાની. ત્રણેય પૈસા પરત કરવા ત્યાંના સૌથી ધનવાન વ્યક્તિ ઠકરાલ (રંજીત)ની ત્રણ પુત્રીઓને ફસાવવામાં લાગી જાય છે. આ ત્રણેયની પુત્રીઓની ભૂમિકામાં કૃતિ, નેહા અને પૂજા જોવા મળશે. 

આ ત્રણેય યુવતીઓને પોતાના પ્રેમમાં ફસાવ્યા બાદ હેરી, રોય અને મેક્સ લગ્નની તૈયારીમાં લાગી જાય છે. લગ્ન કરવા માટે બધા સિતમગઢ પહોંચે છે. મહત્વનું છે કે આ તે જગ્યા છે જ્યાં આજથી 600 વર્ષ પહેલા પણ બધા સાથે હતા. એટલે કે હવે સ્ટોરી પાછલા જન્મ સાથે જોડાયા લાગે છે. હવે તેને યાદ આવે છે કે 600 વર્ષ પહેલા તે રાજકુમાર બાલા દેવ સિંહ હતો અને તેના લગ્ન મધુ એટલે કે કૃતિ સાથે થવાના હતા, પરંતુ આ જન્મમાં તે પૂજા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. હવે ત્યાર બાદ શું થાય છે તે જોવા માટે તમાસે સિનેમાઘરમાં જઈને ફિલ્મ જોવી પડશે. 

તેમાં કોઈ શંકા નથી કે ફિલ્મ કોમેડીથી ભરેલી છે. શરૂઆતથી લઈને ફિલ્મના અંત સુધી તમે તમારૂ હાસ્ય રોકી શકશો નહીં. ફિલ્મમાં અક્ષય, કૃતિ, રિતેશ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ અને પૂજા ગર્ગ સિવાય તમામ સપોર્ટિંગ સ્ટારે પણ શાનદાર કામ કર્યું છે. આ તમામ વસ્તુ છતાં ફિલ્મની એક કમી છે અને તે છે ફિલ્મની રનિંગ સ્પીડ, ફિલ્મની રનીંગ સ્પીડ સ્લો છે, જેના કારણે વચ્ચે વચ્ચે તમને બોરિંગ લાગશે. દિવાળીની રજાઓમાં આ ફિલ્મ તમને  મનોરંજન પૂરુ પાડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news